ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલામાં ગુજરાત કનેક્શન ખુલ્યું; ગુજરાત ATS જશે UP, આરોપીને લઈને થયા ખુલાસા
યુપીના ગોરખપુર મંદિર હુમલાની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે આરોપી અબ્બાસી મુર્તઝા માનસિક રૂપથી વિક્ષિપ્ત નથી, તે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન યુપી એટીએસની ટીમ અબ્બાસી મોર્તઝાનો બેકગ્રાઉન્ડ જાણવા માટે મુંબઈ પહોંચી છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ઉત્તરપ્રદેશના ગોરખનાથ મંદિરમાં જવાનો પર હુમલાનું ગુજરાત કનેક્શન સામે આવતા ગુજરાત ATS હરકતમાં આવી ગયું છે. સમગ્ર ઘટનાની તપાસ માટે ગુજરાત ATS ટીમ ઉત્તરપ્રદેશ જશે. જાણવા મળી રહ્યું છે કે ગોરખનાથ મંદિરમાં કરેલા હુમલાખોરે અગાઉ જામનગરની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, આરોપી મુર્તઝા અબ્બાસી કેટલીક વેબસાઈટ સર્ચ કરતો હોવાનો પણ ખુલાસો થયો છે. મુર્તઝા અબ્બાસી દેશવિરોધી પ્રવૃતિમાં સામેલ હોવાની આશંકા ગુજરાત એટીએસની ટીમ સેવી રહી છે. આરોપીના પિતાએ દાવો કર્યો કે પુત્ર માનસિક રોગી છે. અમે જામનગર અને અમદાવાદમાં દવા કરાવી કરાવી છે.
શું હતી સમગ્ર ઘટના?
યુપીના ગોરખપુર મંદિર હુમલાની તપાસમાં ઘણા ખુલાસા થયા છે. ડૉક્ટરોએ કહ્યું છે કે આરોપી અબ્બાસી મુર્તઝા માનસિક રૂપથી વિક્ષિપ્ત નથી, તે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન યુપી એટીએસની ટીમ અબ્બાસી મોર્તઝાનો બેકગ્રાઉન્ડ જાણવા માટે મુંબઈ પહોંચી છે. યુપી એટીએસની ટીમ તપાસ માટે આઈઆઈટી બોમ્બે પણ જઈ શકે છે.
મુર્તઝાના સહયોગીઓને શોધી રહી છે પોલીસ
તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અબ્બાસી મુર્તઝા 2 લોકો સાથે ગોરખપુર મંદિર પહોંચ્યો હતો. ઘટના સમયે તેના સાગરિતો તેને ત્યાં મૂકીને ભાગી ગયા હતા. પોલીસે બંને સાથીદારોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મુર્તઝા પાસેથી તેનું જૂનું લેપટોપ કબજે કર્યું છે.
ગોરખપુર મંદિર લઈ જવામાં આવશે મુર્તઝાને
તમને જણાવી દઈએ કે યુપી એટીએસ મુર્તઝાને સ્થળ પર લઈ જશે. મુર્તઝા જે રીતે ગયો, જે રીતે તે ગોરખપુર મંદિર પહોંચ્યો, તેને ત્યાં લઈ જવામાં આવશે. આઈબી ગોરખપુર મંદિર પર થયેલા હુમલાની પણ તપાસ કરી રહી છે. આઈબીની ટીમ ગોરખપુર, મહારાજગંજ, વારાણસી, લખનૌ અને અયોધ્યા સહિત અનેક જિલ્લાઓમાં પહોંચી ગઈ છે. આઈબી સહિત તમામ ઈન્ટેલિજન્સ યુનિટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
અબુ હમઝાનો વીડિયો જોઈને ટ્રેનિંગ લીધી
તમને જણાવી દઈએ કે, ગોરખપુર મંદિર પર હુમલો કરનાર મુર્તઝાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી અબ્બાસી મોર્તઝાએ વીડિયો જોયા બાદ જેહાદની ટ્રેનિંગ લીધી હતી. ગોરખનાથ મંદિર પર હુમલો થયો તે પહેલા મુર્તઝાએ આ જ વીડિયો 300 વખત જોયો હતો. આ વીડિયો અબુ હમઝાનો જણાવવામાં આવી રહ્યો છે. આ ફાઇલ અરબી ભાષામાં અબીદ તરીકે સેવ કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો, આ વીડિયો આરબ દેશમાં નાટો સાથેની લડાઈ દરમિયાન શૂટ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ગેરિલા યુદ્ધ માટે મુજાહિદોની તાલીમમાં થાય છે. પરંતુ તે તાલીમ ભાગ માટે આ માત્ર એક નાનું ટ્રેલર છે.
ગોરખપુરની ઘટના બાદ હવે એ સવાલ પણ ઉઠવા લાગ્યો છે કે શું આ લોન વુલ્ફ હુમલો હતો કે નહીં? મુર્તઝાની ટ્રાવેલ હિસ્ટ્રીથી લઈને તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે અને એ પણ જોવામાં આવી રહ્યું છે કે શું મુર્તઝાની કોઈ ઈન્ટરનેશનલ લિંક છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે