કેરીના રસિયાઓ માટે ખુશખબર: માર્કેટમાં કેસર કેરીના શ્રી ગણેશ, જાણો આ વર્ષે શું છે ભાવ?

ફળોના રાજા કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં ચાલુ થતાં કેરીના ચાહકોમાં ખુશી વેપારીઓ પણ કેરીની હરાજી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા અને કેરીના 500થી 15000 સુધીના ભાવો માં કેરી ની હરાજી કરવામાં આવી હતી.

 કેરીના રસિયાઓ માટે ખુશખબર: માર્કેટમાં કેસર કેરીના શ્રી ગણેશ, જાણો આ વર્ષે શું છે ભાવ?

ઝી બ્યુરો/જૂનાગઢ: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ કર્યા છે. કેરીના ચાહકોને હવે ગીરની કેસર કેરી ખાવાનો લહાવો મળશે. આ વખતે માવઠાની કેરીના ભાવ પર 20 ટકા જેવી અસર પડશે. આ વર્ષે કેરી 500 થી 1500 સુધીના ભાવોની માર્કેટિંગ યાર્ડમાં હરાજી થઈ રહી છે.  

ફળોના રાજા કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડમાં ચાલુ થતાં કેરીના ચાહકોમાં ખુશી વેપારીઓ પણ કેરીની હરાજી માટે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા અને કેરીના 500થી 15000 સુધીના ભાવો માં કેરી ની હરાજી કરવામાં આવી હતી. ત્યારે આંબાના બગીચાવાળા ખેડૂતો ને આ વખતે માવઠા ની 20 ટકા જેટલી અસર થઈ છે. 

જ્યારે અમુક ખેડૂતોને સારું ઉત્પાદન થયું છે અને જ્યાં માવઠા થઈ છે ત્યાં કેરીના પાકમાં મોટા ભાગે નુકસાની પણ પણ થઈ છે. ત્યારે આવતા દિવસોમાં કેરીની પુષ્કળ આવક થશે અને કેરીના રસિયાઓ કેરી ખાવાનો આનંદ લઇ ખેડૂતો કેરી ભાવ પણ સારો એવો છેક સુધી મળી રહેશે તેવી આશાઓ હાલ સેવાઈ રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news