બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર; છેલ્લા 4 દિવસથી બંધ દ્વારકાધીશ મંદિરને લઇને મહત્વનો નિર્ણય

મેગા ડિમોલેશનને ધ્યાને લઇ બેટ દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. સતત 4 દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું . આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી.

બેટ દ્વારકા જનારા ભક્તો માટે ખુશખબર; છેલ્લા 4 દિવસથી બંધ દ્વારકાધીશ મંદિરને લઇને મહત્વનો નિર્ણય

ઝી બ્યુરો/દ્વારકા: બેટ-દ્વારકા દ્વારકાધીશના બંધ મંદિરને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનને ધ્યાને લઇ બેટ દ્વારકા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. સતત 4 દિવસથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી. 

બેટ દ્વારકા મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આજ બપોર પછીથી બેટ દ્વારકા મુખ્ય મંદિર ભકતો માટે ખુલ્લું મુકાયું. સતત 4 દિવસથી ચાલી રહેલા મેગા ડીમોલેશન લઈ લોકોની સલામતીને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા મંદિર બંધ રાખવામાં આવ્યું હતું .આજે બેટ દ્વારકા મંદિર ખૂલે તે પહેલા જ ભક્તોની ભીડ જામી હતી. 

પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા ખાતે કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.. જેમાં બેટ દ્વારકાના બાલાપર ગામે તંત્ર દ્વારા સતત બે દિવસ સુધી ગેરકાયેસર બાંધકામો દૂર કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી હતી. 

તો ત્રીજા દિવસે ઓખા ખાતે આવેલ જૂના ધાર્મિક સ્થળ પર બુલ ડોઝર ચાલ્યું હતું. જેમાં ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી વહેલી સવારે ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ સરકારી જમીન પરના ધાર્મિક સ્થળ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે જમીન ખુલ્લી કરવામાં આવી તેની અંદાજિત કિંમત 19 કરોડ રૂપિયાથીથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news