'હું કઉ તેમ કર નહીં તો...', છોટા ઉદેપુરમાં વિધર્મીએ હિન્દુ યુવતીને ફસાવી કર્યું એવું ગંદું કામ કે....'

વિધર્મી યુવક યુવતીને ધમકી આપતો હતો કે, હું તને કહું તેમ કરજે નહિ તો તારા આ ફોટો હું વોટસએપ તથા ફેસબુક પર મૂકી દઈશ. વિધર્મી નરાધમના ચુંગાલમાં ફસાયેલી યુવતીનો ફાયદો ઉઠાવી જીમમાં કોઈ ન હોય ત્યારે બોલાવી અને બળજબરીથી દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો.

'હું કઉ તેમ કર નહીં તો...', છોટા ઉદેપુરમાં વિધર્મીએ હિન્દુ યુવતીને ફસાવી કર્યું એવું ગંદું કામ કે....'

છોટા ઉદેપુર: રાજ્યમાં યુવતીઓ પર દુષ્કર્મના કેસ વધતા જઈ રહ્યા છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એક તાલુકા મથક પર હિન્દુ યુવતીને બ્લેકમેઈલ કરી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર પરિણીત વિધર્મીની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ યુવતીને વિધર્મી યુવકે પટાવી ફોસલાવી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, હિન્દુ યુવતીને વિધર્મીએ મળવા બોલાવી ફોટો વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ તેણે વાઘોડિયા, વડોદરા અને ત્યાંથી પુના લઈ જઇ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થયો છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લાના તાલુકા મથકની યુવતીને ગામનો જ એક વિધર્મી પોતાનું નામ બદલીને મિત્રતા કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલું જ નહીં, યુવતીના મોબાઈલ ફોન પર મેસેજ કરીને મળવા બોલવતો હતો. આખરે યુવતીને એમ કે રૂબરૂ જઈને  સમજાવી દઉ એટલે વાત પડે, પરંતુ વિધર્મી આરોપી માન્યો નહોતો અને તેણે યુવતી સાથે શારીરિક છેડછાડ કરીને સેલ્ફી ફોટો પાડી લીધા હતા. આ ઘટનામાં આરોપી વિધર્મીનું અસલી નામ અસગરઅલી પારાવાલા છે, જે પોતાનું નામ બદલીને હિન્દુ ઓળખ આપીને અનિલ જયસ્વાલ તરીકે યુવતીને જણાવ્યું હતું. 

વિધર્મી યુવક યુવતીને ધમકી આપતો હતો કે, હું તને કહું તેમ કરજે નહિ તો તારા આ ફોટો હું વોટસએપ તથા ફેસબુક પર મૂકી દઈશ. વિધર્મી નરાધમના ચુંગાલમાં ફસાયેલી યુવતીનો ફાયદો ઉઠાવી જીમમાં કોઈ ન હોય ત્યારે બોલાવી અને બળજબરીથી દુષ્કર્મ ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. પરંતુ યુવતી પોતાના ફોટો વાઈરલની બીકે કાઈ કરી શકતી નહોંતી.

આખરે વિધર્મી યુવકનું ભાંડો ફૂટ્યો હતો અને યુવતીને ખબર પડી ગઈ હતી કે આરોપી અનિલ જયસ્વાલ નહીં પરંતુ વિધર્મી અસગરઅલી પારાવલા છે અને તેના લગ્ન થયેલા છે. યુવતી પરિવારની સમાજમાં બદનામીના ડરથી કાઈ કર્યું ન હતું. છેવટે વિધર્મીનો ત્રાસ વધતો જઈ રહ્યો હતો, જેણા કારણે કંટાળીને યુવતીએ પરિવારને જાણ કરી હતી. બાદમાં પરિવારજનોએ પોલીસ મથકે જઈ વિધર્મી નરાધમ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત 18 જુલાઈ 2022ના રોજ યુવતી નોકરીએ ગઈ ત્યારે વિધર્મી યુવતીને ધમકી આપીને બળજબરીથી વાઘોડિયા લઈ ગયો હતો. ત્યાંથી રિક્ષામાં વડોદરા રેલવે સ્ટેશન લઈ ગયો અને ત્યાંથી તે યુવતીને ટ્રેનમાં પુના લઈ ગયો હતો. ત્યારબાદ ત્યાંથી લોનાવાલા લઈ જઈ એક હોટેલમાં યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news