ગુજરાતના 2 પરિવારમાં માતમ છવાયો, ચાઈનીઝ દોરીએ એક બાળકી અને યુવકનો ભોગ લીધો 

Mehsana News : તેની માતા તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી હતી. આ ઘટનામાં ક્રિષ્ના ઠાકોર નામની બાળાનું મોત નિપજ્યું છે

ગુજરાતના 2 પરિવારમાં માતમ છવાયો, ચાઈનીઝ દોરીએ એક બાળકી અને યુવકનો ભોગ લીધો 

તેજસ દવે/મહેસાણા : ગુજરાતમાં ચાઈનીઝ દોરીએ ઉત્તરાયણ પર્વના પહેલા જ દિવસે બે લોકોનો ભોગ લીધો છે. મહેસાણા એક 3 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. તો વડોદરામાં એક 35 વર્ષીય યુવકનું ગળુ કપાયું છે. સરકારે 1 જાન્યુઆરીથી ઝુંબેશ ઉઠાવી 1500 ફરિયાદ કરી હોવા છતાં ચાઈનીઝ દોરી લોકોનો ભોગ લઈ રહી છે. રાજકોટના બેડી વિસ્તારમાં એક તરૂણને ચાઈનીઝ દોરીથી ઈજા થતાં 29 ટાંકા આવ્યાં છે. તેને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. 

મહેસાણામાં બાળકીનું મોત

વિસનગરના કડા દરવાજા પાસે આ ઘટના બની હતી. જેમાં 3 વર્ષીય માસૂમ બાળાનું ચાઈનીઝ દોરીથી મોત નિપજ્યું છે. તેની માતા તેડીને જતી હતી એ વખતે ચાઇનીઝ દોરી વાગી હતી. આ ઘટનામાં ક્રિષ્ના ઠાકોર નામની બાળાનું મોત નિપજ્યું છે. બાળકીના ગળામાં ભાગમાં દોરી વાગી હતી. બાળકીના મોતને લઇ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

વિસનગરમાં એક પરિવાર માટે ઉત્તરાયણ માતમ સમાન બની ગઈ છે. ચાઈનીઝ દોરીના કારણે એક ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યું છે. બાળકીને ગળાના ભાગે દોરી વાગતાં તેનું મોત નિપજ્યું છે. બાળકીનું મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. કડા દરવાજા વિસ્તારમાં માતા બાળકીને તેડીને લઈને આવતા હતાં ત્યારે અચાનક બાળકીને ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. બાળકીને દોરી વાગતા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : 

વડોદરા પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું

આજે વડોદરામાં એક યુવકનું ગળુ ચાઈનીઝ દોરીથી કપાયુ હતું. દશરથ બ્રિજ પરથી આવતા સમયે પતંગની દોરીથી યુવકનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં સ્વામી પરમાત્મા યાદવ ઉર્ફે રિકુ નામના 35 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. તેઓ નંદ નગર, છાણી સોખડા રોડના રહેવાસી છે. આ સમાચારથી તેમના પરિવારમાં માતમ છવાયો છે.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news