ગીરસોમનાથમાં પાંચ મોત: બે બાળાઓના સાપ કરડવાથી, પિતાને બચાવવા તળાવમાં બે પુત્રના ડુબવાથી મોત

જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં રહેતા માલધારી પિતા અને બે પુત્રોના આજે ડુબી જવાથી મોત નિપજ્યાં છે. જેના કારણ નાનકડા ગામમાં આક્રંદ જોવા મળ્યો છે. માલધારી પિતા-પુત્રો ઘેટા બકરાને ચરાવવા ગયા ત્યારે વૃદ્ધ પિતાનો અકસ્માતે પગ લપસી જતા પિતા ડુબવા લાગ્યા હતા. જેને બચાવવા માટે પાણીમા પડેલા બંન્ને પુત્રો પણ ડુબવા લાગ્યા હતા. જેના પગલે ત્રણેયનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પરિવરારમાં શોકની લાગણી છવાઇ છે. 
ગીરસોમનાથમાં પાંચ મોત: બે બાળાઓના સાપ કરડવાથી, પિતાને બચાવવા તળાવમાં બે પુત્રના ડુબવાથી મોત

ગીર સોમનાથ : જિલ્લાના ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં રહેતા માલધારી પિતા અને બે પુત્રોના આજે ડુબી જવાથી મોત નિપજ્યાં છે. જેના કારણ નાનકડા ગામમાં આક્રંદ જોવા મળ્યો છે. માલધારી પિતા-પુત્રો ઘેટા બકરાને ચરાવવા ગયા ત્યારે વૃદ્ધ પિતાનો અકસ્માતે પગ લપસી જતા પિતા ડુબવા લાગ્યા હતા. જેને બચાવવા માટે પાણીમા પડેલા બંન્ને પુત્રો પણ ડુબવા લાગ્યા હતા. જેના પગલે ત્રણેયનાં મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પરિવરારમાં શોકની લાગણી છવાઇ છે. 

કરૂણ બનાવની વિગતો અનુસાર ઉના તાલુકાના મોટા ડેસર ગામમાં રહેતા ભોપાભાઇ જેઠાભાઇ ગળચર (ઉ.વ 70) અને તેમના બે પુત્રો પાલાભાઇ (ઉ.વ 45) અને ભીમાભાઇ (ઉ.વ 34) સાથે બપોરના સમયે પોતાના ઘેટા બકરા ચરાવવા નીકળ્યાં હતા. દરમિયાન ઉના બાયપાસ માર્ગ પર સરકારી છાત્રાલયની સામે ખારા વિસ્તારના તળાવ નજીક ઘેટા બકરા નવડાવી રહ્યા હતા. ત્યારે અકસ્માતે જ ભોપાભાઇનો પગ લપસતા તેઓ ડુબવા લાગ્યા હતા. બચાવો બચાવોની બુમોથી નજીકમાં રહેલા બંન્ને પુત્રો ડુબતા પિતાને બચાવવા કુદી પડ્યાં હતા. જો કે તળાવમાં કિચડના કારણે બંન્ને પુત્રો પણ ડુબી જતા એક જ પરિવારનાં 3 લોકોનાં મોત નિપજ્યાં હતા.

બે સગી બહેનોના સાપ કરવાથી મોત નિપજ્યાં
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના લામધાર ગામમાં સાપ કરડવાના કારણે બે માસુમ બહેનોનાં મોત નિપજ્યાનું સામે આવ્યું હતું. રાત્રીના સમયે ઉંઘી રહેલા બે માસુમ બહેનોને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. માસુમ દીકરીઓનાં અકાળે અવસાનના કારણે નાનકડાએવા ગામમાં શોકની લાગણી ફેલાઇ હતી. લામધાર ગામના ભરતભાઇ રામભાઇ બાંભણીયાને ત્રણ દીકરીઓ સહિત ચાર સંતાનો છે. મોટી દીકરી નિધીબેન (ઉ.વ 13), વાનિકા (ઉ.વ 10) પોતાના રૂમમાં સુઇ ગઇ હતી. જો કે અચાનક આવી ગયેલા ક્રોક નામના ઝેરી સર્પે બંન્નેને ઉંઘમાં જ ડંખ મારતા બંન્નેના મોત નિપજ્યાં હતા. સવારે બંન્નેને ઉલટીઓ થવા લાગી હતી. જેથી ગભરાયેલા પિતાએ બંન્નેને હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે ત્યાં બંન્નેનાં મોત નિપજ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news