કળિયુગનો શ્રવણ : પિતાની પુણ્યતિથિએ ગામના 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે દીકરો

Haridwar Yatra : ગીર સોમનાથના સૂત્રાપાડાના યુવકે પિતાની પુણ્યતિથિએ પુણ્યનું કામ કર્યું.... આસપાસના 25 થી વધારે ગામોના લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે

કળિયુગનો શ્રવણ : પિતાની પુણ્યતિથિએ ગામના 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે દીકરો

Gir Somnath News કૌશલ જોશી/ગીર સોમનાથ : અંધ માતા પિતાને કાવડમાં દેશના તીર્થ સ્થાનો પર યાત્રા કરાવનાર પાત્ર શ્રવણ કુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દૃષ્ટાંત છે. જેના કારણે વડીલોની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ લોકોને મળતી રહે છે. આધુનિક યુગમાં પણ એવું જ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. અંધ માતા-પિતાની ચાર ધામોની યાત્રા કરવાની ઇચ્છાની જાણ થતાં નિર્ધન એવા શ્રવણકુમાર તેમને કાવડ બનાવી યાત્રા કરાવી હતી.

કાશી, પ્રયાગ એમ એક પછી એક યાત્રાસ્થાનો પર યાત્રા કરાવતાં તે સ્થાનોનું ધાર્મિક મહત્ત્વ પણ સમજાવ્યુ હતું. પરંતુ ગુજરાતમાં પણ આવા જ એક શ્રવણ છે. જેને આપણે કળિયુગની શ્રવણ કહી શકીએ. સુત્રાપાડાના લોઢવા ગામના હિતેન્દ્રકુમાર જોશી ગામના 1000 લોકોને હરિદ્વારની યાત્રા કરાવશે. પિતા સ્વ. શિવશંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે લોઢવા ગામના 1000 લોકોને યાત્રા કરાવવાનો તેમણે નિર્ધાર કર્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના યુવકે પિતાની પુણ્યતિથિ પ્રસંગે અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો છે. લોઢવાનો યુવાન હિતેન્દ્ર જોશી 1 હજાર લોકોને હરિદ્વારની યાત્રા કરાવવા જઈ રહ્યાં છે. જેમાં પ્રથમ તબક્કાના 170 યાત્રિકો તેમજ બીજા તબક્કામાં 295 લોકો ગીર સોમનાથથી યાત્રા માટે રવાના થયા છે. આ યુવાન હજુ આવનાર સમયમાં આસપાસના 25 થી વધારે ગામોના લોકોને હરિદ્વારની યાત્રા કરાવાશે.

શાસ્ત્રોક્ત પૂજા વિધિ સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી. વહેલી સવારે જાણે કે, મેળો ભરાયો હોય તે રીતે લોઢવા ગામના લોકો એકઠા થઈ આ યાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો. આ યાત્રામાં 170થી વધુ લોકો અને 35થી વધુ ધામની યાત્રા હિતેશ શિવ શંકર જોશીના પિતા સ્વ. શિવ શંકર વલ્લભજી જોશીની પુણ્યતિથિ નિમિત્તે પોતાના સ્વખર્ચે યાત્રા કરાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news