ગીર સોમનાથમાં જળપ્રલય જેવી સ્થિતિ, લોકોની નજર સામે પુલ તૂટ્યો

Mosoon Update : ગીર સોમનાથના ખેરા ગામ નજીક બેઠો પુલ ભારે વરસાદના કારણે તૂટી પડ્યો... પુલ તૂટવાનાં લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ...

ગીર સોમનાથમાં જળપ્રલય જેવી સ્થિતિ, લોકોની નજર સામે પુલ તૂટ્યો

ગીરસોમનાથ :ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથમાં ખાબકી ચૂકયો છે. છેલ્લા 48 કલાકમાં સુત્રાપાડામાં 18 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. સર્વત્ર મેઘમહેર થતા ગીર સોમનાથના અનેક તાલુકાઓ પાણીમાં ગરકાવ થયા છે. આવામાં સૂત્રાપાડા તાલુકાના ખેરા ગામ નજીક આવેલો બેઠો પૂલ ભારે વરસાદથી તૂટી પડ્યો છે. આ ઘટના કેમેરામાં કેદ થઈ છે. જોકે, તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. 

ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદથી વિનાશ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડાના ખેરા ગામ નજીક ભારે વરસાદના પાણીના વહેણથી અચાનક પુલ તૂટ્યો હતો. સ્થાનિક લોકોએ પોતાના નજરે આ ઘટના નિહાળી હતી. તેમજ પુલ તૂટવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. બેઠો પુલ ભારે વરસાદને લીધે તૂટી પડ્યો હતો. તૂટી પડેલો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ નથી. 

ગીર સોમનાથના સૂત્રાપાડામાં ગુરુવારે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલે બપોરના 4 વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. તો ખેતરો તળાવમાં ફેરવાયા છે.ઉના શહેરમાં પણ જળબંબાકરની સ્થિતિ જોવા મળી છે. ગઈકાલે ઉના શહેરમાં વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news