ગીર સોમનાથઃ તાલાલામાં માત્ર 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, કોઈ જાનહાની નહીં

છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. 

ગીર સોમનાથઃ તાલાલામાં માત્ર 5 કલાકમાં ભૂકંપના 15 આંચકા, કોઈ જાનહાની નહીં

ગીર સોમનાથઃ છેલ્લા કેટલાક સમયથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. ગત રાત્રે પણ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં આશરે 15 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે 1.15 કલાકથી સવારે 6 કલાક સુધીમાં આશરે 15 ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી સારી વાત તે રહી કે આ તમામ આંચકાની તીવ્રતા ખુબ ઓછી હતી. ઓછી તીવ્રતાને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી. 

લોકોમાં ભયનો માહોલ
છેલ્લા ઘણા સમયથી સતત આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા જુનાગઢ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. તો હવે તાલાલામાં માત્ર એક રાતમાં 15 જેટલા ભૂકંપના આંચકા આવ્યા છે. આ 15 આંચકામાં રાત્રે 3.46 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 3.3 હતી. આ સૌથી મોટો આંચકો હતો. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ વધારવાનો નિર્ણય, પોલીસ કમિશનરનું નવું જાહેરનામું

તાલાલામાં 5 કલાકમાં 15 આંચકા
રાત્રે 1.15 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 1.42 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.11 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.46 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.55 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.56 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.58 કલાકે 1.8ની તીવ્રતાનો આંચકો
રાત્રે 4.07 કલાકે 2.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 4.44 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.26 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.27 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.28 કલાકે 2.5ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.35 કલાકે 1.08ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.40 કલાકે 1.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 6.09 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news