ઉદ્યોગ જગતમાં ખળભળાટ! ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાને GIDC એ ફટકાર્યો 600 કરોડનો દંડ

Surat News: સચિન ખાતે આવેલા લક્ષ્મી ટેક્સ્ટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે જીઆઇડીસીએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ પેદા થઇ હતી. તેની ગણતરી કરીને જીઆઇડીસીએ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ફ્રા ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઇ કરવા માટે નોટિસ ફટકારી છે.

ઉદ્યોગ જગતમાં ખળભળાટ! ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાને GIDC એ ફટકાર્યો 600 કરોડનો દંડ

ચેતન પટેલ/સુરત: સચીન GIDC ખાતે આવેલા લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાના કારણે જીઆઇડીસીએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ પેદા થઇ હતી. તેની ગણતરી કરીને જીઆઇડીસીએ ગુજરાતના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ઇન્ડા ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે. 

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સચિન ખાતે 17 ઓગસ્ટ, 2000ના રોજ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને 6 લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો 2 મે 2000ના રોજ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 14 ઓગસ્ટ, 2008ના રોજ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી. 

આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 929987.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પાર પાડવાની હોય છે, પરંતુ લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરા સહિતનાઓએ આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું. 

આ માટે જીઆઇડીસી દ્વારા વખતોવખતના પત્રવ્યવહારથી તાકીદ કરાઈ હતી, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના કારણે જીઆઇડીસીએ અલગ અલગ નિષો તોડવા બદલ 600 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news