અમદાવાદ ગરીબ કલ્યાણ મેળો: 5118 લોકોને સવા બે કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઈ

આ દરમિયાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂપિયો મોકલતા અને 15 પૈસા ગરીબ પાસે પહોંચતા હોવાની વાતનો ઉલ્લેખ કરીને કહ્યું કે આજે દિલ્હી-ગાંધીનગરથી એક રૂપિયો નીકળે છે, લાભાર્થીને સવા રૂપિયો મળે છે.

અમદાવાદ ગરીબ કલ્યાણ મેળો: 5118 લોકોને સવા બે કરોડથી વધુ રકમની સહાય ચૂકવાઈ

ગૌરવ પટેલ, અમદાવાદ: અમદાવાદ જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજે જેતલપુર ખાતે યોજાઈ ગયો. જ્યાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ લાભાર્થીઓને ચેક અને કીટનું વિતરણ કર્યું.  અમદાવાદ જિલ્લાના 9 તાલુકાના 5118 લોકોને કીટ અને ચેકનું વિતરણ કરી કુલ બે કરોડ સત્તાવીસ લાખ એકાવન હજાર નવસો ચૌવિસ રૂપિયાની સહાય ચુકવાઇ.  જેમાં 
ધોળકાના 1025 
ધોલેરાના 342 દસક્રોઇના  336 
બાવળાના 776 
દેત્રોજાના 225 વિરમગામના 807 
સાણંદના 680 
માંડલના 257 અને ધંધુકાના 670 
લાભાર્થીઓનો સમાવેશ થાય છે. 

આ સિવાય ગરીબ કલ્યાણ મેળામાં અમદાવાદ જિલ્લાના  પરઢોલ , ભુવાલ, પસુંજ, ભાઇપુરા,મેમેદપુર, કુમક,અને લીલાપુરુ જેવા સાત ગામની પંચાયત ઘરનું ઇ લોકાર્પણ કરવમા આવ્યું. આ ઉપરાંત વિરમગામની વડગાસ, બાવળાના વાસણ ઢેઢાળ, સાણંદના મોડાસર અને ધોળકાની કન્યા પ્રાથમિક શાળા 1 ને ફાળવેલા ગુગલ ક્લાસ રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ કહ્યું કે દસ વર્ષમાં કુલ 1491 ગરીબ કલ્યાણ મેળા થયા છે. જેના થકી 1 કરોડ 34 લાખ લોકોને સીધો લાભ મળ્યો અને અત્યાર સુધીમાં 23889 કરોડની સહાય ગરીબ કલ્યાણ મેળામાં ચુકવાઇ હોવાની વાત પણ ચુડાસમાએ કરી. ગરીબ કલ્યાણ મેળામાં ભુપેન્દ્ર સિંહ ચુડાસમા કોગ્રેસ પર પ્રહાર કરવાનું ન ચુક્યા.  

રાજીવ ગાંધીના એક રૂપિયાવાળા નિવેદનને ટાંકીને કોંગ્રેસ પર કર્યા પ્રહારો

ભારતના પુર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ રૂપિયો મોકલતા અને 15 પૈસા ગરીબ પાસે પહોંચતા હોવાની વાતનો ઉલ્લેખ કરી કહ્યું કે વચેટીયા પ્રથા ટાળવા માટે નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ કલ્યાણ મેળા શરૂ કરવામાં આવ્યા છે.  આજે દિલ્હી અને ગાંધીનગરથી એક રૂપિયો નિકળે છે અને લાભાર્થીને સવા રૂપિયો મળે છે.  નોંધનીય છે કે વર્ષ 2018માં એક પણ ગરીબ કલ્યાણ મેળો યેજાયો ન હતો અને હવે  જ્યારે લોકસભાની ચુંટણીનુ વર્ષ છે ત્યારે સરકારે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી છે જેને ભુપેન્દ્નસિહ ચુડાસમાએ નકારી હતી ગરીબ કલ્યાણ મેળામાં અપાતી કીટની ગુણવત્તા સામે અવાર નવાર સવાલ ઉભા થતા રહ્યા છે અને આજે એ જોવા પણ મળ્યું બ્યુટી પાલરની કીટ આપતી વખતે ખુરશી અલગ થઇ ગઇ હતી જેનો મંત્રીએ એવો બચાવ કર્યો હતો કે ખુરશી ફોલ્ડીંગ હોય છે.

દર વખતની જેમ આ વરસે પણ ગરીબ કલ્યાણ મેળામાં ભગવા રંગની કીટ આપવામાં આવી જે અંગે ભુપેન્દ્રસિંહે કોઇ જવાબ આપ્યો ન હતો. તંત્ર માટે સૌથી દયનિય સ્થિતિ તો એ હતી કે તમામ અધિકારીઓ હાજર હોવા છતાં ઘણા લાભાર્થીઓને કીટ કે સહાય મળી ન હતી.

છેલ્લા 10 વર્ષના ગરીબ કલ્યાણ મેળાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા થકી આપવામાં આવેલી સહાયની વાત કરીએ તો 

વર્ષ 2010 માં 30283 લાભાર્થીને 26919 લાખની સહાય ચુકવાઇ
 વર્ષ 2011 મા 20931 લાભાર્થીને 21745 લાખની સહાય ચુકવાઇ
વર્ષ 2012 મા 19590 લાભાર્થીને 29175 લાખની સહાય ચુકવાઇ. 
વર્ષ 2013 મા 7668 લાભાર્થીને 14245 લાખની સહાય ચુકવાઇ
વર્ષ 2014 માં 5069 લાભાર્થીને 4944 લાખની સહાય ચુકવાઇ.
વર્ષ 2015 માં 12340ને 6924 લાખની સહાય ચુકવાઇ
વર્ષ 2016માં 85790 લાભાર્થીને 11319 લાખની સહાય ચુકવાઇ. 
વર્ષ 2017માં 50738 લાભાર્થીને 69311 લાખની સહાય ગરીબ કલ્યાણ મેળા થકી ચુકવાઇ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news