પહેલા પોરબંદરમાં ગુનેગારોએ ભડાકા કરી VIDEO બનાવ્યો, પછી પોલીસે સર્વિસ કરી Reel બનાવી!

છેલ્લા એક દસકા કરતા વધુ સમયથી પોરબંદર જિલ્લાના ઓડદર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં આતંક ફેલાવી લોકો પાસેથી ધાક ધમકી આપી પૈસા પડાવી પોતાની જાતને પોરબંદરના ડોન સમજતા રમેશ છેલાણા ગેંગને કાયદાનું ભાન કરાવી જેલના પાંજરે પુરી કાયદો સૌથી ઉપર વટ છે તેમ પ્રસ્થાપિત કરતી પોરબંદર જિલ્લા પોલીસ

પહેલા પોરબંદરમાં ગુનેગારોએ ભડાકા કરી VIDEO બનાવ્યો, પછી પોલીસે સર્વિસ કરી Reel બનાવી!

ઝી બ્યુરો/પોરબંદર: એક સમયે પોરબંદરનું નામ જુદી જુદી ગેંગોને લીધે બદનામ હતું. હવે આવી પરિસ્થિતિ ફરી ઉત્પન્ન ન થાય તે માટે પોલીસ સક્રીય બની છે. પોરબંદર જિલ્લાના ઓડદર ગામે રહેતા માથાભારે રમેશ છેલાણા ગેંગને કાયદાનું ભાન કરાવ્યું છે. તમને જણાવી દઈએ કે છેલાણા ગેંગના સભ્યો દ્વારા બેથી લઇને અઢાર જેટલા ગુન્હાઓ આચરીને ખૂન, ખૂનની કોશિશ, ખંડણી, રાયોટીંગ જેવી ગેરકાનૂની પ્રવૃત્તિઓ આચરવામાં આવ્યા છે, જેથી જિલ્લા પોલીસવડાએ ગાંધીજીની ભૂમિમાં ગુંડાઓનું સ્વચ્છતા અભિયાન હાથ ધરીને છેલાણા ગેંગના લીડર અને તેના નવ સાગરિતો મળી કુલ દસ શખ્સો સામે ગુજ-સી-ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી છે.

— SP Porbandar (@SP_Porbandar) December 16, 2023

પોરબંદર જિલ્લા પોલીસે ટ્વિટ કર્યું છે કે, છેલ્લા એક દસકા કરતા વધુ સમયથી પોરબંદર જિલ્લાના ઓડદર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં આતંક ફેલાવી લોકો પાસેથી ધાક ધમકી આપી પૈસા પડાવી પોતાની જાતને પોરબંદરના ડોન સમજતા રમેશ છેલાણા ગેંગને કાયદાનું ભાન કરાવી જેલના પાંજરે પુરી કાયદો સૌથી ઉપર વટ છે તેમ પ્રસ્થાપિત કરતી પોરબંદર જિલ્લા પોલીસ.

ઓડદરની છેલાણા ગેંગના લીડર રમેશ છેલાણા સામે નવ જેટલા ગુના નોંધાયા છે તો કાના રાણા છેલાણા સામે અઢાર જેટલા ગુન્હાઓ નોંધાઇ ચૂકયા હોવાનું એસ.પી.એ જાહેર કર્યુ હતું. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ માહિતી જાહેર કરી હતી કે,ઓડદર ગામે જુદા-જુદા અનેક ગુન્હાઓમાં સંડોવાયેલા રમેશ ભીખા છેલાણા અને તેની ગેંગના સભ્યો સામે બે થી લઇને અઢાર ગુન્હાઓ નોંધાયા છે. તેથી આ છેલાણા ગેંગ સામે ગુજ-સી- ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી.ને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરખાસ્ત મોકલી હતી.

આરોપીઓને પોરબંદર પોલીસ અન્ય રાજ્યમાંથી પકડીને લાવી હતી અને હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં કલમ 307, 452, 143, 147, 148, 149, 323, 504, 506(2) તથા આર્મ્સ એકટ કલમ-25 (1)બી એ, તથા જી.પી.એકટ કલમ-135 મુજબ રમેશ ભીખાભાઇ છેલાણા, કાના રાણાભાઇ છેલાણા, રામા ઉર્ફે આલા બધાભાઇ છેલાણા, ભાવેશ ઉર્ફે ભાયા બધાભાઇ છેલાણા રહે. તમામ ઓડદર ગામ રબારી કેડા મોમાઇ માતાના મઢ પાસે રહે છે આ તમામ સામે કાર્યવાહી ગુજ-સી-ટોક હેઠળ થઇ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news