તમારો અવાજ તો કેટલો મીઠો છે તમે કેટલા મીઠા હશો તેમ કહી યુવતીએ ટ્રાન્સપોર્ટરને ખેતરે બોલાવ્યો અને...

ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય કરતા એક વ્યક્તિને અજાણ્યો ફોન આવ્યો હતો. યુવતી દ્વારા તેની સાથે પરિચય કેળવીને વાતો કરવાનું શરૂ કર્યું હતું. લગ્ન કરવા માંગતી હોવાથી સારો છોકરો બતાવવા માટે જણાવ્યું હતું. છોકરો ન મળે ત્યાં સુધી તમારીથી કામ ચલાવું તેવું કહીને મોઢેરાનાં એક ખેતરમાં તેને મળવા માટે બોલાવ્યા હતા. અહીં ટ્રાન્સપોર્ટરના ગયા બાદ કેટલાક અજાણ્યા લોકો આવી ગયા હતા અને ટ્રાન્સપોર્ટરને ધમકાવવાનું શરૂ કર્યું હતું. અહીં અમારી યુવતી સાથે શું કરી રહ્યો છે તે અંગે પુછ્યું હતું. હવે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. જો કે આખરે 3 લાખ આપવા જણાવ્યું હતું. 

તમારો અવાજ તો કેટલો મીઠો છે તમે કેટલા મીઠા હશો તેમ કહી યુવતીએ ટ્રાન્સપોર્ટરને ખેતરે બોલાવ્યો અને...

મહેસાણા : ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય કરતા એક વ્યક્તિને અજાણ્યો ફોન આવ્યો હતો. યુવતી દ્વારા તેની સાથે પરિચય કેળવીને વાતો કરવાનું શરૂ કર્યું હતું. લગ્ન કરવા માંગતી હોવાથી સારો છોકરો બતાવવા માટે જણાવ્યું હતું. છોકરો ન મળે ત્યાં સુધી તમારીથી કામ ચલાવું તેવું કહીને મોઢેરાનાં એક ખેતરમાં તેને મળવા માટે બોલાવ્યા હતા. અહીં ટ્રાન્સપોર્ટરના ગયા બાદ કેટલાક અજાણ્યા લોકો આવી ગયા હતા અને ટ્રાન્સપોર્ટરને ધમકાવવાનું શરૂ કર્યું હતું. અહીં અમારી યુવતી સાથે શું કરી રહ્યો છે તે અંગે પુછ્યું હતું. હવે તારે 10 લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. જો કે આખરે 3 લાખ આપવા જણાવ્યું હતું. 

જો કે રકમ લેવા આવેલા યુવકને ઝડપી લેવાયો હતો. આરોપી યુવકને ઝડપીને મોઢેરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે આરોપી યુવક-યુવતી વિરુદ્ધ મોઢેરા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. ટ્રાન્સપોર્ટર દિવસોમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ત્યાર બાદ યુવતીએ તમારો અવાજ ખુબ જ મીઠો છે તેવું કહીને તેમની વચ્ચે એકબીજાને અગાઉ મુલાકાતો પણ ગોઠવાઇ હતી. જો કે 11 ફેબ્રુઆરી રોજ યુવતીએ ફોન કરીને ફરિયાદીને મળવા માટે બોલાવ્યો હતો. યુવતીના સાગરીતો અગાઉથી જ ત્યાં હાજર હતા. બંન્ને મુલાકાત સમયે ત અચાનક આવીને યુવતી પર કેમ બળજબરી કરે છે તેમ કહીને ધમકાવ્યા હતા. આ સાથે 10 લાખ માંગતા છેલ્લે 3 લાખમાં સોદો પત્યો હતો. 

ફરિયાદીઓ પાસે તે વખતે પૈસા નહી હોઇ બીજા દિવસે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે બીજા દિવસે અજાણ્યા લોકો દ્વારા ફોન કરીને પૈસાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ પૈસા લેવા ઓફીસે બોલાવતા ઇસમ આવ્યો નોહો.ો બાદમાં ત્રીજા દિવસે 13 ફેબ્રુઆરીએ બપોરે બપોરે ફોન કરી ફરીયાદીને મોઢારા મળવા બોલાવ્યો હતો. જો કે ફરિયાદી સ્થિતી પારખી ગયા હોઇ પોતાનાં મિત્રોને સાથે લઇ જતા બાઇક પર પૈસા લેવા આવેલા 2 ઇસમો પૈકી જયસિંહ અમરતજી ઠાકોરને ઝડપી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news