ગુજરાતમાં ખેતીના હાઇટેક યુગનો પ્રારંભ; કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું, 'આ નવા ભારતની કૃષિ છે..'

Drone spraying of nano urea: કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલેજીને પ્રોત્સાહન આપવા તથા આ ટેકનોલોજી લાભાર્થીઓને વાજબીભાવે ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ખેતીના હાઇટેક યુગનો પ્રારંભ; કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું, 'આ નવા ભારતની કૃષિ છે..'

ઝી ન્યૂઝ/ગાંધીનગ: ગુજરાતમાં ખેતીનો હાઇટેક યુગમાં પ્રવેશ કરી લીધો છે. ગાંધીનગરના માણસામાં ડ્રોન દ્વારા નૈનો યુરિયાનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો છે. IIFCO નિર્મિત નેનો યુરિયાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ વિશે મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

મનસુખ માંડવિયાએ ટ્વીટમાં કહ્યું હતું કે આ નવા ભારતની કૃષિ છે. આ પદ્ધતિથી કૃષિ ઉપજમાં વધારો થશે. વધુમાં જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદ જી હંમેશાં નવીનતા અને તકનીકી પર ભાર મૂકે છે. ગાંધીનગરના માણસા ખાતે કૃષિ ડ્રોન દ્વારા ઇફકો દ્વારા ઉત્પાદિત પ્રવાહી નેનો યુરિયાના છંટકાવની ટ્રાયલ રન હાથ ધરવામાં આવી હતી. તેનાથી કૃષિ ઉપજમાં વધારો થશે. તે અંતર્ગત ગાંધીનગરના માણસામાં કૃષિ ડ્રોનનું ટ્રાયલ કરાયું ટ્રાયલમાં પ્રવાહી નેનો યુરિયાનો છંટકાવ કરાયો હતો. 

नैनो यूरिया + कृषि ड्रोन

प्रधानमंत्री @NarendraModi जी ने हमेशा इनोवेशन और तकनीक पर ज़ोर दिया है। मानसा, गांधीनगर में कृषि ड्रोन के ज़रिए IFFCO द्वारा निर्मित तरल नैनो यूरिया के छिड़काव का ट्रायल सप्रे किया गया। इससे कृषि उपज में वृद्धि होगी। pic.twitter.com/GhsiJ6Qs8C

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) February 11, 2022

કેન્દ્ર સરકારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલેજીને પ્રોત્સાહન આપવા તથા આ ટેકનોલોજી લાભાર્થીઓને વાજબીભાવે ઉપલબ્ધ કરાવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી. ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કૃષિ ડ્રોન પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. કારણ કે આની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે. આ નવી ટેકનિકથી ખેડૂતોનો ખર્ચ ઘટશે, સમયની બચત થશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે યોગ્ય સમયે ખેતરોમાં જંતુ વ્યવસ્થાપન કરી શકાશે. 

કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, “સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઈઝેશન યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ICAR સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તું બનાવવા માટે શરૂ કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની માર્ગદર્શિકા જાહેર કરી છે.

નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ICAR સંસ્થાઓ, કૃષિ મશીનરી તાલીમ સંસ્થાઓને ડ્રોન ખરીદવા અનુદાન આપશે. આ નિર્ણય મુજબ 10 લાખ રૂપિયાની મહત્તમ મર્યાદામાં આ અનુદાન અપાશે. આ સાથે જ સંબંધિત સંસ્થાઓ કૃષિ માટે ઉપયોગી ડ્રેનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના નિદર્શનો અને તાલીમ ખેડૂતોને આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  ખેડૂતોને ડ્રોનના ઉપયોગ માટે ડ્રોન ખરીદવા માટે 100% ગ્રાન્ટ અથવા 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવાનો વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. એટલું જ નહીં ખેડૂત ઉત્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે. નિદર્શન માટે ડ્રોન ભાડે આપતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર રૂ. 6000 આપવામાં આવશે. જ્યારે ડ્રોન ખરીદતી એજન્સીઓને આકસ્મિક ખર્ચ તરીકે પ્રતિ હેક્ટર 3000 રૂપિયા આપવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news