પાટનગર પર કોણ કરશે રાજ? મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Corporation Election) નું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થશે

પાટનગર પર કોણ કરશે રાજ? મહાનગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ થશે જાહેર

ઝી મીડિયા બ્યૂરો: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Gandhinagar Corporation Election) નું આજે પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી (Vote Counting) શરૂ થશે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 3 ઓક્ટોરબરના 56.24 ટકા મતદાન (Voting) થયું હતું. મત ગણતરી માટે 5 અગલ અગલ સ્થલો નિશ્ચિત કરાયા છે. 5 EVM ના સ્ટ્રોંગ રૂમમાંથી વીડિયોગ્રાફી દ્વારા EVM બહાર લાવાશે. ગણતરી કેન્દ્રો પર સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી થશે. મત ગણતરી 5 સ્થળોએ કુલ 53 ટેબલ પર થશે.

ઉલ્લેખનીય છે કે, 3 ઓક્ટોબરના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી (Corporation Election) નું મતદાન યોજાયું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી (Gandhinagar Corporation Election) ના 11 વોર્ડમાં સરેરાશ 56.24 ટકા મતદાન થયું હતું. ગાંધીનગર (Gandhinagar) ના કુલ 11 વોર્ડમાં પૈકી વોર્ડ 1 માં 65 ટકા મતદાન થયું હતું. વોર્ડ 2 પેથાપુરમાં 64 ટકા, વોર્ડ 3 માં 53.66 ટકા, વોર્ડ 4 61.16, વોર્ડ 5 માં 41.73, વોર્ડ 6 માં 48.69, વોર્ડ 7 માં 66.94, વોર્ડ 8 માં 55.05, વોર્ડ 9 માં 52.11, વોર્ડ 10 માં 52.67, વોર્ડ 11માં 60.60 ટકા મતદાન નોંધાયું હતું. આ પ્રકારે સરેરાશ 56.24 ટકા મતદાન નોંધાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌથી વધારે મતદાન કોલવાડ-વાલોલ વોર્ડ નંબર 7 માં થયું હતું. તો સૌથી ઓછુ મતદાન પંચદેવ વોર્ડ નંબર 5 માં 41.73 ટકા થયું હતું. આ પ્રકારે કહી શકાય કે શહેરી વિસ્તારમાં ઓછું જ્યારે ગ્રામ્ય વિસ્તારોમા વધારે મતદાન થયું હતું. ભાજપ માટે આ આબરૂનો સવાલ છે. આ વિસ્તાર ગૃહમંત્રી અમિત શાહનો લોકસભા વિસ્તાર પણ છે. આ ઉપરાંત અહીં વિપક્ષી પાર્ટીઓનો દબદબો રહ્યો છે. તેમાં પણ આ વખતે આપની દખલ પણ વધી હતી. તેવામાં આ વખતે ભાજપ માટે આ અગ્નિ પરીક્ષા સાબિત થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news