70 વર્ષના વેવાઈ અને 67 વર્ષની વેવાણ પ્રેમમાં પડ્યા, દીકરાએ મમ્મીની વોટ્સએપ ચેટ વાંચી લેતા ફૂટ્યો ફાંડો
Trending News : ગાંધીનગરમાં એકલતાનો લાભ લઈને 70 વર્ષના વેવાઈ 67 વર્ષનાં વેવાણ પાસે પહોંચી જતા... દીકરાએ મમ્મીના વોટ્સએપ ચેટ વાંચી લેતા પરિવારને પ્રેમની જાણ થઈ
Trending Photos
Gandhinagar : ગુજરાતમાં વેવાઈ વેવણ હંમેશા ચર્ચાનો વિષય રહે છે. વેવાઈ વેવણ વચ્ચે પાંગરતો પ્રેમ પરિવારને હચમચાવી નાંખે છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં એક વેવાઈ વેવણના પ્રેમને કારણે ઘરમાં મહાભારત સર્જાયુ હતું. 70 વર્ષના વેવાઈ 67 વર્ષના વેવણના પ્રેમમાં એવા પડ્યા કે, પરિવારમાં વાત ખબર પડતા જ ચર્ચા ઉઠી. વેવાઈ પોતાની વેવણને મળવાનો એક પણ મોકો છોડતા ન હતા. આખરે દીકરાએ અભયમ હેલ્પલાઈનમાં મદદ માંગી હતી.
ગાંધીનગર ઈન્ફોસિટીનો આ કિસ્સો છે. જેમાં પ્રેમી 67 વર્ષીય દાદી અને 70 વર્ષના દાદા છે. બંને પ્રેમમાં એવા પડ્યા કે, સંતાનો હાથે પ્રેમાલાપ કરતા પકડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વેવાણનો દીકરો અને વેવાઈની દીકરી લગ્ન બાદ અમેરિકામાં સ્થાયી થયા છે. વેવણના પતિનું અવસાન થયુ હોવાથી તે તેમના નાના દીકરા સાથે રહે છે. તો બીજી તરફ, વેવાઈ પણ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા છે. એકબીજાને દીકરા દીકરી આપી હોવાનો વહેવાર હોવાથી વેવાઈ અને વેવાણને વારંવાર મળવાનુ થતુ હતું. સરખી ઉંમરના હોવાથી બંને એકબીજાને મળીને સુખદુખની વાતો કરતા હતા. આ કારણે તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા. વોટ્સએપ પર ચેટિંગમાં તેમની નજીકીયા વધી. બંને સાથે સમય પસાર કરવા લાગ્યા.
બાદમા વાત એટલે પહોંચી કે, વેવણ અને વેવાઈ એકબીજાને મળવાનો મોકો શોધવા લાગ્યા. વેવણ એકલી હોય તો વેવાઈ તેને મળવા પહોંચી જાય. વેવાઈ વેવણની ફ્લેટની બહાર આંટાફેરા મારવા લાગ્યા. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. તેમના મળવાથી પહેલા તો તેમના પરિવારને આ સહજ લાગતુ હતું. પરંતુ બાદમાં તેમનો પ્રેમનો ભાંડો ફૂટ્યો.
વેવણના દીકરાએ એકવાર વૃદ્ધ માતાના મોબાઈલના મેસેજ વાંચી લીધા. આ બાદ દીકરાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. માતાના આવા મેસેજ જોઈને દીકરી તેમના પર નજર રાખવા લાગ્યો. જેમાં માલૂમ પડ્યુ કે, વેવાઈ અને વેવણ એકબીજાને છુપાઈ છુપાઈને મળે છે. એકવાર વેવાણ મંદિરે દર્શન કરવાના બહાને ઘરેથી નીકળ્યા હતા, જ્યાં વેવાઈ પણ પહોંચ્યા હતા. એ જ ઘડીએ વેવાણનો દીકરાએ બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ વાત બંનેના ઘર સુધી પહોંચી હતા. પરંતુ વેવાઈ અને વેવણ કોઈ કાળે માનવા તૈયાર ન હતા. તેથી દીકરાએ અભયમ 181 હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ સામે પણ વૃદ્ધ અને વૃદ્ધાએ એકબીજા સાથે પ્રેમ હોવાનો એકરાર કર્યો હતો. અભયમની ટીમ દ્વારા કલાકો સુધી વૃદ્ધ પ્રેમીપંખીડાંનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે જઈને બંને એકબીજાના પ્રેમસંબંધોનો અંત લાવવા માટે લેખિતમાં બાંયધરી આપતાં હાલમાં પરિવારમાં શાંતિ થઈ ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે