પેપ્સિકો સામે ખેડૂતોનો વિરોધ: જ્યાં નથી ઉગતા ત્યાં પણ બટાકા ઉગાડાશે
FC-5 પ્રકારનાં બટાકા મુદ્દે પેપ્સિકો અને ખેડૂતો વચ્ચે તલવારો ખેંચાઇ ચુકી છે, ખેડૂત સંગઠનો અને પેપ્સિકો સામ સામે આવી ગયા છે
Trending Photos
અમદાવાદ : FC-5 પ્રકારનાં બટાકા મુદ્દે પેપ્સિકો અને ખેડૂતો વચ્ચે તલવારો ખેંચાઇ ચુકી છે. જુન મહિનામાં બીજ અધિકાર મંચે અરજી કરી હતી. જેનો સપ્ટેમ્બર માસમાં જવાબ આવ્યો હતો જેમાં પેપ્સીકોએ કેસને યોગ્ય ગણાવ્યો હતો. જો કે ખેડૂતો અને ખેડૂત મંચોએ પેપ્સીકો કંપની સામે મોરચો માંડ્યો હતો. જેના પગલે હવે બટેટાના એફસી ફાઇવ બીયારણના હકના મુદ્દે હવે ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરવાનું ચાલુ કરી દીધું છે. ખેડૂતોએ એફ સી ફાઇવ બિયારણનુ વાવેતર કરી સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
પેપ્સીકોએ ખેડૂતો પર થયેલા કેસને યોગ્ય ગણાવ્યા હતા અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવું પણ ઇચ્છી રહી છે. રાજ્યના ખેડૂત અને ખેડૂત સંગઠન સત્યાગ્રહ માં જોડાયા છે. જે વિસ્તાર માં બટાટાનું ઉત્પાદન થતું નથી એવા વિસ્તારના ખેડૂતો પણ સી ઓફ ફાઇવ બિયારણ નું વાવેતર કરી સત્યાગ્રહ માં જોડાયા છે. કિસાન સંઘે પેપ્સીકો કંપનીને બ્લેક લીસ્ટ કરાવાની સરકાર સમક્ષ માંગ કરી છે. જો સરકાર પેપ્સીકો કંપનીને બ્લેક લિસ્ટ નહી કરેતો ખેડૂત અને ખેડૂત સંગઠનોનું આંદોલન ચાલુ રહેશે તેવી પણ ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂત સંગઠનની સ્પષ્ટ વાત બીજ પર ખેડૂતોનો અધિકાર હોવાની માંગ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે