ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય પણ જેટલી ઉપજ થાય છે તેટલી રહે તો પણ બસ છે

જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા અને કછાટા ગામ ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તે માટે નર્મદા નિગમ દ્રારા ખેડૂતોના ખેતરો સુધી માઇનોર કેનલો વર્ષો પહેલા બનાવી હતી. એજ કેનલો આજે ખેડૂતો માટે અભિશાપ બની રહી છે. કેટલીક કેનાલોમાં ગાબડા પડે છે. તો કેટલીક જગ્યાએ માઇનોર કેનાલમા સિંચાઇનું પાણી ન પહોંચતા અધિકારીઑની બેદરકારીનો ભોગ લોકો ભોગ બની રહ્યા છે.
ખેડૂતોની આવક બમણી થાય કે ન થાય પણ જેટલી ઉપજ થાય છે તેટલી રહે તો પણ બસ છે

છોટાઉદેપુર : જિલ્લાના સંખેડા તાલુકાના આંબાપુરા અને કછાટા ગામ ખેડૂતોને સિંચાઇનું પાણી મળે તે માટે નર્મદા નિગમ દ્રારા ખેડૂતોના ખેતરો સુધી માઇનોર કેનલો વર્ષો પહેલા બનાવી હતી. એજ કેનલો આજે ખેડૂતો માટે અભિશાપ બની રહી છે. કેટલીક કેનાલોમાં ગાબડા પડે છે. તો કેટલીક જગ્યાએ માઇનોર કેનાલમા સિંચાઇનું પાણી ન પહોંચતા અધિકારીઑની બેદરકારીનો ભોગ લોકો ભોગ બની રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના આંબાપુરા અને કછાટાની વચ્ચેથી દોઢ કીમીની નર્મદા નિગમ દ્રારા માઇનોર કેનાલો તો બનાવવામાં આવી છે. લગભગ દશ વર્ષ જૂની માઇનોર કેનાલોના સ્ટ્રકચર આજે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. વર્ષો પહેલા જ્યારે આ કેનાલોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિસ્તારના ખેડૂતો મા અનેરી ખુશી હતી. ખેતી મા બમણી આવક થશે તેવી એક આશા પણ બંધાય હતી પણ હવે એ આશા ઠગારી સાબિત થઈ રહી છે . જૂની આ માઈનોર કેનાલોની દેખરેખ અધિકારીઓ દ્રારા રાખવામા આવતી નથી. જેને લઈ આજે આ કેનાલોમાં નીચેથી ધોવાણ થઈ રહ્યું છે તો જેટલીક જગ્યાએ ગાબડા પડવાથી સિંચાઇનું પાણી વહીને ખેડૂતોના ખેતરમાં બિન જરૂરી પહોંચે છે. 

નિરર્થક રીતે ખેડૂતોના ખેતરોમાં પાણી આવતા કેટલાક ખેડૂતોના ઉભા પાકને નુકશાન કરે છે. તો કેટલાક એવા ખેતરો મા પાણી પહોંચે છે કે, આવનારા ઉનાળા સમયની ખેતી કરવા માટે માટે મુશ્કેલી પડશે તેવું ખેડૂતોનું અનુમાન છે. અધિકારીઓની બેદરકારીનો નમૂનો સંખેડા તાલુકાનાં કાછાંટા ગામ પાસે જોવાઈ રહ્યો છે. માઇનોર કેનાલમાં જે ગાબડું પડ્યું છે. જેને લઈ હજારો લીટર પાણીનો બિન જરૂરી વેડફાટ થઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે સિંચાઇના પાણીની જરૂર હતી, ત્યારે સિંચાઇ વિભાગ દ્રારા પાણી આપવામાં ન આવ્યું.  હવે જ્યારે પાણીની જરૂર નથી ત્યારે પાણી છોડવા મા આવતા ખેતરો મા પાણી ઘૂસી ગયું છે. કેટલાક કપાસના ખેતરો છે. જેમાંથી કપાસ વીણવા માટે પણ ખેતરોમાં જઇ શકાય તેમ નથી. 

દોઢ કિંમી લાંબી આ નર્મદાની માઇનોર કેનાલમા અનેક જગ્યાએ એ ગાબડા પડી જતા પાણી ખેતરોમા વહી જાય છે તો કેટલીક જગ્યાએ એ તો વર્ષો થી સિંચાઈનું પાણી પહોચ્યુજ નથી. કેનાલો અને સ્ટ્રકચરને ખેડૂતો શોભા ના ગાંઠિયા સમાન ગણાવી રહ્યા છે. વર્ષોથી કેનાલની મરામત કે સફાઈ કરવામા આવતી નથી. આ વિસ્તારમા ચોમાસા બાદ જળ સ્તર નીચે જતા રહે છે. સિંચાઇની બીજી કોઈ વ્યવસ્થા પણ નથી જેને લઈ કેટલાક ખેડૂતો તો ફક્ત વરસાદ અધારીત જ ખેતી કરવા મજબૂર બન્યા છે.  વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનું પાણી મળશે તેને લઈ ખેડૂતોએ તેમણી મહામૂલી જમીન આપી હતી. પરંતુ હાલમાં પડી રહેલ મુશ્કેલીને લઈ તેમને કોઈ ફાયદો થતો નથી. સરકાર આ યોજના દ્રારા ખેડૂતો ને બમણી આવક થશે તેવી આશા સાથે માઇનોર કેનાલો બનાવી ખેડૂતો ને નુક્શાની સિવાય કોઈ મળતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news