શાદી ડોટકોમ પર તમારો કે તમારા સંતાનોનો બાયોડેટા છે? તો જરૂર વાંચી લેજો આ સમાચાર
Trending Photos
સુરત : ઓનલાઈન મેટ્રીમોનિયલ સાઈટ પર અનેકવાર ફ્રોડ થવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે સુરતની એક મહિલા તબીબ શાદી ડોટકોમ પર છેતરાઈ છે. નાગપુરનો એક શખ્સ સુરતની યુવતીને છેતરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ આસામની અને સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતી મહિલા તબીબ વ્યવસાયે તબીબ છે. તે શાદી ડોટકોમ નામની મેટ્રીમોનિયલ સાઈટ પર નાગપુરના હર્ષીલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે એમટેક કર્યું હોવાનું અને પોતે સરકારી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર હોવાનું જણાવ્યું હતું. 2017માં મળ્યા બાદ બંને વચ્ચે સંપર્ક વધ્યો હતો. આ યુવકે મહિલા તબીબને ખોટા વાયદા કરીને તેની પાસેથી રોકડા રૂપિયા તથા બેંક અને ફાઈનાન્સ કંપનીમાંથી લોન કરાવી 10 લાખ રૂપિયા પડાવ્યા હતા. યુવકે મહિલા તબીબ અને તેના પરિવાર પાસેથી 4 લાખ રૂપિયા પણ લીધા હતા. તે અવારનવાર રૂપિયાની જરૂર બતાવીને માંગણી કરતો રહેતો.
પોલીસે ભાંડો ફોડ્યો
તાજેતરમાં જ નાગપુર અને સુરત પોલીસે મહિલા તબીબના ઘરે આવીને હર્ષીલનો ભાંડો ફોડ્યો હતો. ત્યારે હર્ષીલનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો હતો. હર્ષીલ ન તો એમ.ટેક ભણેલો છે, ન તો કોન્ટ્રાક્ટર છે. તે ધોરણ 10 નાપાસ છે, અને લોકોને પોતાની વાતોમાં ભોળવીને છેતરપીંડી કરવાનું કામ કરતો હતો. નવા વર્ષની ઉજવણી માટે સુરત આવ્યા બાદ હર્ષીલ અહી જ રોકાઈ ગયો હતો. જેથી પોલીસે હર્ષીલને પકડી લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે