દાંતામાં નદી પાર કરતા પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા, ધોરાજીમાં પણ એક તણાયો
Gujarat Flood : દાંતામાં ધામણીયા નદી પાર કરતા પિતા-પુત્ર તણાયા... તો ધોરાજીમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા... વડગામમાં વીજ કરંટથી એક જ પરિવારના ત્રણના મોત
Trending Photos
gujarat weather forecast : જુલાઈનો વરસાદ કહેર બનીને તૂટી પડ્યો છે. સોમવારે ઉત્તર ગુજરાતમાં ભારે ધબધબાટી બોલાવી હતી. ગુજરાતમાં આજે ફરીથી ભારેથી આ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ રહેશે. હાલ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેતરો ફેરવાયા બેટમાં છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણાના ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. આજે મંગળવારે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે. આવામાં બનાસકાંઠાના દાતામાં ધામણીયા નદીમાં પિતાપુત્ર તણાયા હતા.
દાંતામાં પિતાપુત્ર તણાયા
દાંતા નજીક ધામણીયા નદીમાં પિતા પુત્ર તણાયા હતા. દાંતાના રંગપુરમાં ગઈકાલે આ ઘટના બની હતી. જેમાં પુત્ર નદી પાર કરતાં તણાતા જોઈ પુત્રને બચાવવા પિતા નદીમાં પડ્યા હતા. પાણીના ધસમસતા પ્રવાહ પિતા પુત્ર બંનેને તાણી ગયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરાતા દાંતા ડિઝાસ્ટર મેનેજમેન્ટે એસડીઆરએફ ટીમને બોલાવાઈ હતી. મોડી સાંજ સુધી પિતા પુત્રીની તપાસ કરાઈ પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. એસડીઆરએફની ટીમ રાત્રિ રોકાણ રંગપુરમાં જ કર્યું, વહેલી સવારથી ફરી કામગીરી હાથ ધરી હતી. જેમાં પિતાનો મૃતદે મળી આવ્યો છે. પરંતું પુત્ર હજી પણ લાપતા છે. પુત્રને શોધવા માટે વધુ એક એસડીઆરએફની ટીમ બોલાવાઈ છે. પુત્રના મૃતદેહની શોધ માટે એસડીઆરએફની બે ટીમોએ કામગીરી હાથ ધરી છે.
ધોરાજીમાં એક તણાયો, એકને બચાવાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે બે યુવકો પાણીમાં તણાયા હોવાની ઘટના સામે આવી છે. ગઇકાલે પડેલા ભારે વરસાદના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં બે યુવકો તણાયા હતા. જેમાંથી એક યુવાને વીજપોલ પકડી લેતા તેનો બચાવ થયો હતો. જ્યારે અન્ય એક યુવાન પાણીમાં આગળ તણાઇ જતા ગામ લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. આથી આખી રાત સર્ચ ઓપરેશન કર્યા બાદ NDRFની ટીમને આજે સવારે 10 વાગ્યે લાપતા યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. મૃતકનું નામ જયદીપ ગિરધરભાઈ ભુવા છે. જયદીપનો મૃતદેહ પાણી અને ઝાડમાં ફસાયેલો હતો. હાલ મૃતદેહને પીએમ માટે ધોરાજી હોસ્પિટલ ખસેડ્યો છે.
કરંટ લાગતા એક જ પરિવારના 3 ના મોત
બનાસકાંઠાના વડગામના નાવીસણા ગામે વીજ કરંટ લાગતા પતિ -પત્ની સહીત પુત્રનું મોત નિપજ્યું છે. બહાર કપડા સૂકવવા જતી સમયે મહિલાને કરંટ લાગ્યો હતો. મહિલાને બચાવવાં ગયેલા પુત્ર અને પતિ પણ વીજ કરંટમા સપડાયા હતા. વીજ કરંટ લાગ્યા બાદ ત્રણેય લોકોને સારવાર અર્થે વડગામ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમ્યાન નાવીસણા ગામે રહેતા ભાવનાબેન જોશી તેમના પતિ પ્રકાશભાઈ સહીત પુત્ર રૂદ્રનું મોત નિપજ્યુ છે. આમ, વીજ કરંટ લાગતા એક જ પરિવારના 3 લોકોના મોત નીપજતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે