Banaskantha માંથી ઝડપાયા 4 બોગસ તબીબો, પોલીસે જપ્ત કર્યો 1,20,549 રૂપિયાનો મુદ્દામાલ
કોરોના મહામાર વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાયા છે. બનાસકાંઠાના કાંકરેજના રાનેર અને શિયામાંથી બે તબીબો ઝડપાયા છે. તો બીજી તરફ વાવ પંથકમાંથી બે તબીબો ઝડપાયા છે
Trending Photos
અલ્કેશ રાવ/ બનાસકાંઠા: કોરોના મહામાર વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાયા છે. બનાસકાંઠાના કાંકરેજના રાનેર અને શિયામાંથી બે તબીબો ઝડપાયા છે. તો બીજી તરફ વાવ પંથકમાંથી બે તબીબો ઝડપાયા છે. બંનાસકાંઠા જિલ્લામાંથી કુલ 4 બોગસ તબીબો ઝડપાયા છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના રાનેર અને શિયામાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ઝડપાયા છે. શિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારના રાનેર બોગસ તબીબી નથુજી રાઠોડને 54,116 રૂપિયાના મુદ્દામાલ સાથે શિહોરી પોલીસે ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો:- પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ, 'ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન' સંદર્ભે આયોજન
ત્યારે થરા પોલીસ સ્ટેશન વિસ્તારના શિયા ગામે બોગસ તબીબ શ્રીમાળીને 7,190 રૂપિયાના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યો હતો. દિયોદર ડીવાયએસપી પી.એચ ચૌધરીના પેટ્રોલિંગ દરમિયાન આ બંને બોગસ તબીબો ઝડપાયા હતા. તો બીજી તરફ વાવ પંથકમાંથી બે બોગસ તબીબ ઝડપાયા છે.
વાવના ચુવા ગામેથી ડીગ્રી વગર એલોપેથીક પ્રેક્ટીસ કરતા દશરથભારથી ગોસ્વામી નામનો બોગસ તબીબ ઝડપાયો હતો. પોલીસે દશરથભારથી ગોસ્વામી પાસેથી 39,475 રૂપિયાની એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન ઝડપી પાડ્યા હતા. તો વાવના અસારા ગામેથી એલોપેથીક પ્રક્ટિસ કરતો અન્ય બોગસ તબીબ ઝડપાયો હતો.
પોલીસે બોગસ તબીબ માહિપાલસિંહ ચૌહાણ પાસેથી 19,768 રૂપિયાની એલોપેથીક દવાઓ અને ઇન્જેક્શન ઝડપી પાડ્યા છે. ત્યારે બનાસકાંઠા પોલીસે આ ચારેય તબીબો પાસેથી કુલ 1,20,549 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ ચારેય બોગસ તબીબો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે