Ind vs Eng: Rishabh Pant ના પેડમાં શું શોધી રહ્યો છે કોહલી? VIDEO જોઈને હસી પડશો
ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન એક એવો બનાવ બન્યો કે દરેક જણ હસી હસીને બેવડા વળી ગયા.
Trending Photos
અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચ દરમિયાન એક એવો બનાવ બન્યો કે દરેક જણ હસી હસીને બેવડા વળી ગયા. બન્યું એવું કે મેચ દરમિયાન ઈંગ્લેન્ડની ઈનિંગ વખતે વિકેટ ઉપર વિકેટ ઉપરથી બેલ્સ ગાયબ થઈ ગઈ. જેના કારણે થોડીવાર મેચ રોકવી પડી.
પરંતુ ત્યારબાદ એવી વાત જાણવા મળી કે દરેક જણ જાણીને હસી પડશે. કારણ કે બેલ્સ ક્યાંય ગાયબ નહતી થઈ પરંતુ વિકેટકિપર ઋષભ પંત (Rishabh Pant) ની પાસેથી મળી. ઈંગ્લેન્ડની ઈનિંગની 43મી ઓવરમાં વોશિંગ્ટન સુંદરના બોલને બેન સ્ટોક્સે મિડવિકેટ તરફ ધકેલ્યો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ બોલને સીધો સ્ટમ્પ ઉપર થ્રો કર્યો. તો બેલ્સ ગાયબ થઈ ગઈ.
Play stopped due to bails missing 😦😂 pic.twitter.com/oRcve5NNdf
— rizwan (@rizwan68301915) March 4, 2021
આખરે અહીંથી મળી બેલ્સ
ત્યારબાદ ટીમ ઈન્ડિયા (Team India) ના તમામ ક્રિકેટર્સ બેલ્સ શોધવામાં લાગી ગયા. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી પંતના પેડ્સમાં બેલ્સ શોધવા લાગ્યા. પરંતુ ત્યાંથી ન મળી. ત્યારબાદ પંતે પોતાના ગ્લોવ્સમાં શોધ્યું તો બેલ્સ ત્યાં ફસાઈ ગઈ હતી. સોશયિલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે પણ જોશે તે ચોક્કસપણ હસવું રોકી નહીં શકે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે