જામનગરમાં આખરે લોકમેળાનો પ્રારંભ, લોકોએ વરસાદી ઝાપટા વચ્ચે મેળાની મોજ માણી

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આખરે પંદર દિવસના લાંબા વિરામ બાદ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળતા આખરે લોકમેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે

જામનગરમાં આખરે લોકમેળાનો પ્રારંભ, લોકોએ વરસાદી ઝાપટા વચ્ચે મેળાની મોજ માણી

મુસ્તાક દલ, જામનગર: જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આખરે પંદર દિવસના લાંબા વિરામ બાદ શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વહીવટી તંત્ર દ્વારા મંજૂરી મળતા આખરે લોકમેળાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જામનગરમાં પણ દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મનપા દ્વારા વિવિધ બે સ્થળોએ મેળાનું આયોજન કરાયું છે. જેમા સિધ્ધનાથ મહાદેવના મંદિર પાસે આવેલ રંગમતી નદીના પટમાં યોજાયેલા મેળો પંદર દિવસથી મંજુરીના કારણે બંધ હતો જે હવે શ્રાવણ મહીના ત્રીજા રસોમવારે શરૂ થતાં લોકોએ વરસાદી ઝાપટા વચ્ચે પણ મેળાની મોજ માણી હતી.

સૌરાષ્ટ્રના લોકમેળાઓ ખૂબ જ પ્રખ્યાત છે. એમાં પણ ખાસ કરીને શ્રાવણ અને જન્માષ્ટમીના લોકમેળાનું એક અનોખું મહત્વ ગુજરાતમાં રહેલું છે. ત્યારે જામનગરમાં મહાનગર પાલિકા દ્વારા રંગમતી નદીના પટમાં શ્રાવણ મહિનાના ચાર સોમવાર અને અન્ય તહેવારોને લઈને મેળાનું આયોજન કરાયું છે. જોકે અમદાવાદની ઘટના બાદ જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મેળાના સંચાલકોને મેળામાં મોટી રાઈડસ ચાલુ કરવાની પરવાનગી ન મળી મળી હતી. જેને લઈને મેળાઓ છેલ્લા પંદર દિવસથી સતત બંધ હતા. પરંતુ હવે જ્યારે તંત્રએ પણ આર્થિક નુકસાની વેઠી રહેલા મેળા સંચાલકો સામે રહેમ નજર કરતાં આખરે મધ્યસ્થી બાદ પાંચ વ્યક્તિની કમિટીની નિમણૂક કરી જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં લોકમેળાને મંજૂરી મળી છે. જેને લઇને મેળાના સંચાલકોએ પણ રાહતની લાગણી અનુભવી છે અને લોકમેળાઓ દરમિયાન કોઇ દુર્ઘટના નર્સ જાય તેની પણ તકેદારી રાખવામા આવી રહી છે.

જોકે આખરે પંદર દિવસ બાદ જામનગરમાં મેળાની શરૂઆત થતાં લોકો મેળાની મુલાકાતે આવ્યા હતા. પરંતુ ક્યાંકને કયાંક શ્રાવણ મહિનાના વરસાદી સરવડિવયા અને ઝાપટાની અસર પણ મેળા ઉપર મહદંશે જોવા મળી રહી છે. તેમ છતાં મેળાની આતુરતાથી રાહ જોતા જામનગરનાં લોકોને મેળાના પ્રારંભના સમાચાર થતાની સાથે જામનગરમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલની મુલાકાત લઇ મેળાની મોજ માણી છે. જ્યારે મેળાના સંચાલકો સાથે શહેરીજનોએ પણ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આખરે મંજૂરી મળતાં હવે પંદર દિવસ બાદ મેળા શરૂ થયા છે. નાના બાળકોથી માંડી મોટેરાઓએ ફજેત ફાળકા અને વિવિધ ચિલ્ડ્રન રાઇડની મોજ માણી. જામનગરમાં હવે લોકો શ્રાવણ મહિનામાં સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી અને નજીકમાં રહેલા લોકમેળામાં પરિવાર સાથે સૌરાષ્ટ્રના પરંપરાગત મેળાની મોજ હવે આરામથી માણી શકશે.

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં શ્રાવણી લોકમેળાઓનો એક અનોખું મહત્વ રહેલું છે. ત્યારે જામનગરમા શ્રાવણ મહિનાના બંધ રહેલા મેળાઓ તંત્રની પરવાનગી બાદ ધમધમવા લાગયા. સૌરાષ્ટ્રના તમામ મેળાઓમાં શ્રાવણ મહિનામાં સોમવારની રંગત જોવા મળી. જ્યારે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરી મેળા સંચાલકો પણ તહેવારોનાં સમયમાં મેળા બંધ હોવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. એવા સમયે હવે તંત્ર દ્વારા પરવાનગી મળતાં આખરે મેળા સંચાલકોએ પણ હાશકારો અનુભવ્યો છે અને જામનગરની ધર્મપ્રેમી અને મેળાની શોખિન પ્રજા મહદઅંશે મેળામા ફરવા પહોચી. જોકે વરસાદી ઝાપટા વચ્ચે મેળામાં લોકોની થોડી પાંખી હાજરી પણ નજરે ચઢી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news