નર્મદા ડેમ ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટરની સપાટીએ, 23 દરવાજા ખોલાયા
સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટર પહોંચી છે. હાલ 6,76,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5,84,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
Trending Photos
જયેશ દોશી/નર્મદા: સરદાર સરોવર ડેમમાં પાણીનો સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 136.52 મીટર પહોંચી છે. હાલ 6,76,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલીને 5,84,915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના કાંઠાના વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
હાલ ડેમમાં - 5076 એમસીએમ લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે. તો આવક વધુ રહે તો 1 કલાકમાં જ ડેમમાંથી 10 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની શકયતા રહેલી છે. નર્મદા નિગમની નિગમની વડોદરા ખાતે આવેલ ડેમ અને પાવર હાઉસ સર્કલ ઓફિસ દ્રારા આ પત્ર જાહેર કરાયો છે. આ બાદ નર્મદા,ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. ત્રણેય જિલ્લા કલેકટરને આ અંગે સાબદા કરાયા છે. અને શક્યતા વ્યક્ત કરાઈ છે કે,ગરુડેશ્વર ખાતે નર્મદા નદીની સપાટી 30.5 મીટર સુધી પહોંચી શકે છે.
નકલી પાસપોર્ટનો ઉપયોગ કરી ઓમાન જતા યુવકની અમદાવાદ એરપોર્ટ પરથી અટકાયત
નર્મદા બેઝીનમાં આવેલ ઓમકારેશ્વર ડેમ અને ઈન્દીરાસાગર ડેમમાંથી છોડાયેલ પાણી અને કેચમેન્ટ વિસ્તારમાં પડેલ વરસાદની આવક થઈ રહી છે જોકે આજે સાંજે 8 લાખ ક્યુસેક નર્મદા નદીમાં છોડવાના પ્રશ્ને નર્મદા નિગમના એમ ડી રાજીવ ગુપ્તાએ મીડિયા સાથેની વાતમાં નર્મદા,ભરૂચ અને વડોદરાના સ્થાનિકોએ ગભરાવવાની જરૂર નથી તેવી વાત કરી હતી. દરેક જગ્યા એ FDRFની ટિમો તૈનાત કરવામાં આવી છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે