સુરત: તક્ષશિલા આર્કેટમાં ફરીવાર લાગી આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

22 નિર્દોષોનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડની ઘટનાને દોઢ મહિનાનો સમય થયો છે અને હાલમાં ત્યાં ગેરકાયદેસર બાંધકામને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાના આજે સાંજે ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિક લોકોને ફાયર વિભાગને જાણ કરી હતી. 

સુરત: તક્ષશિલા આર્કેટમાં ફરીવાર લાગી આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

તેજશ મોદી/સુરત: 22 નિર્દોષોનો ભોગ લેનારી તક્ષશિલા આર્કેડની ઘટનાને દોઢ મહિનાનો સમય થયો છે અને હાલમાં ત્યાં ગેરકાયદેસર બાંધકામને તોડવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાના આજે સાંજે ત્રીજા માળે અચાનક આગ લાગી હતી, જેને પગલે સ્થાનિક લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. આ અંગે સ્થાનિક લોકોને ફાયર વિભાગને જાણ કરી હતી. 

ઘટનાની ગંભીરતાને પગલે ફાયરની પાંચ ગાડી અને હાઇડ્રોલીક પ્લેટ ફોર્મ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબુમાં લીધી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી તક્ષશિલા આર્કેડમાં ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચોથા અને ત્રીજા માળે થઇ રહેલી કામગીરીમાં ચોથા માળનો દોમ તોડી નંખાયો હતો.

જોકે ત્રીજા માળને તોડવાની કામગીરી ચાલી રહી હતી, જોકે આજે સાંજે કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીઓ નીકળી ગયા હતા, ત્યારે કાટમાળમાં આગ લાગી હતી, જોકે તુરંત ફાયરની ટીમને જાન કરવામાં આવી હતી, અને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કેમ લાગી હતી તેની તપાસ ફાયર વિભાગે શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news