Ahmedabad : પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા

પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા... કોમ્પ્લેક્સમાં આવેલી દેવ હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ

Ahmedabad : પરિમલ ગાર્ડન પાસેના કોમ્પ્લેક્સમાં લાગી આગ, જીવ બચાવવા લોકો ધાબે ચઢ્યા

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદમાં વધુ એક આગના બનાવ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક દેવ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલી ખાનગી ઓફિસમાં આગનો બનાવ બન્યો હતો. ઓફિસના સર્વર રૂમમાં આગ હતી. આગની જ્વાળાઓ એટલી ફેલાઈ હતી, કે કોમ્પ્લેક્સમાં આવેલી એપલ હોસ્પિટલમાં ધુમાડો પ્રસરી ગયો હતો. આગ લાગતા જ જીવ બચાવવો લોકો કોમ્પ્લેક્સના ધાબે ચઢી ગયા હતા. કોમ્પ્લેક્સમાં આવેલી દેવ હોસ્પિટલમાંથી 13 નવજાત સહિત 60નું રેસ્ક્યુ કરાયુ હતું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આગના કોલની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. દેવ કોમ્પ્લેક્સમાંના હોસ્પિટલની સામે ખાનગી ઓફિસના સર્વર રૂમમાં આગ લાગી હતી. આજ કોમ્પલેક્સમાં હોસ્પિટલ સહિત અન્ય એકમો પણ આવેલા હોવાથી બધા જીવ બચાવવા ભાગ્યા હતા. આગમાં ધુમાડાના ગોટ ગોટા કોમ્પલેક્સની અંદરથી નીકળતા જોવા મળ્યા હતા. જોકે, ખાનગી ઓફિસની આગનો ધુમાડો પાસેની એપલ હોસ્પિટલમાઁ ફરી વળ્યો હતો. જેથી દુકાન પાસેની એપલ હોસ્પિટલમાંથી નવજાત બાળકોને તાત્કાલિક રેસ્ક્યૂ કરાયા હતા. 

પ્રાથમિક સ્તરે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ તારણ છે. હોસ્પિટલમાંથી તમામ નવજાત બાળકોને તાત્કાલિક અસરથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજા સ્થળે શિફ્ટ કરાયા હતા. કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરાઇ છે અને 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત રેસ્ક્યુ કામગીરી માટે 2 લિફ્ટનો પણ ઉપયોગ કરાયો હતો. તમામ નવજાતોને સલામત રીતે બહાર કઢાયા હતા. 

હોસ્પિટલના ડો.પરાગ ગઢવીએ કહ્યુ કે, તમામ 13 બાળકોને સલામત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. અમારી બીજી હોસ્પિટલ ગોતામાં છે ત્યાં તમામને શિફ્ટ કરાયા છે. ગત વખતે પણ હોસ્પિટલના અગાશીમાં આગ લાગી હતી.  

ઉલ્લેખનીય છે કે, કોવિડ કાળ દરમિયાન એપલ હોસ્પિટલમાં આગ લાગી હતી. 13 મે, 2019 ના રોજ આગનો બનાવ બન્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં ફેલાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news