રાજકોટ : આજી GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી. 

રાજકોટ : આજી GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી આગ 3 કલાકે કાબુમાં આવી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી મેસ્કોટ કેમિકલ ફેકટરીમાં આજે બપોરે લાગેલી આગ પર 3 કલાકની ભારે જહેમત બાદ કાબુ મેળવાયો હતો. કંડલાથી આવેલું કેમિકલ ટેન્કર ખાલી કરતા સમયે આગ લાગવાની આ દુર્ઘટના બની હતી. કેમિકલ ફેક્ટરી હોવાના કારણે જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ફાયર બ્રિગેડ દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો હતો. 

આગ પર કાબુ મેળવવા માટે 15 ફાયર ફાઈટર કામે લાગ્યા હતા અને સાથે જ 2 જેસીબી મશીનની પણ મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા કેમિકલ પર સતત ફોમનો મારો કરાયો હતો. આ આગ પર કાબુ મેળવવાની કાર્યવાહી દરમિયાન ચીફ ફાયર ઓફિસર રહી ફાયહ બ્રિગેડના 7 જવાનો ઘાયલ થયા હતા. કેમિકલ ફેક્ટરીમાં વાપરવામાં આવતું કેમિકલ અત્યંત જ્વલનશીલ હોવાના કારણે હજુ 24 કલાક સુધી તંત્ર સાબદું રહેશે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 10, 2019

પ્રાપ્ત માહિતી અનુસાર, આજી જીઆઈડીસીમાં આવેલી કલરની નેપથા નામની કંપનીમાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. જેને પગલે ફાયર ફાઈટર્સની ટીમ દોડતી થઈ હતી. કંપનીમાં પાર્ક કરેલ ટેન્કરની અંદર સૌથી પહેલા આગ લાગી હતી, અને આ આગ જોતજોતામાં સમગ્ર ફેક્ટરીમાં આગ ફેલાઈ ગઈ હતી. આ આગની ઝપેટમાં ટ્રક તથા કાર આવી હતી, જે બળીને ખાખ થઈ ગયા હતા. આગને બૂઝવવા માટે ફાયર ફાઈટરના 8 ગાડીઓ જીઆઈડીસી પહોંચી ગઈ હતી. ત્યાર પછી બીજી 7 ગાડીઓ મોકલવામાં આવી હતી. ભારે મથામણ બાદ અને પાણીના સતત મારા બાદ પણ આગ કાબૂમાં આવી ન હતી. ત્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વિકરાળ આગને પગલે કંપનીની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો. તેમજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા બિગ્રેડ કોલ જાહેર કર્યો હતો. આગને પગલે પીજીવીસીએલના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, મનપા અધિકારી તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના 7 જવાનોને કેમિકલની અસર થઈ હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. મેહુલ ઝીંઝુવાડિયા, સંજય જાદવ, હરેશ શિયાળા અને ઇન્દ્રીશ રાવમાં નામના જવાનોને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news