પુણે ટેસ્ટઃ પ્રથમ દિવસે મયંક-કોહલીની શાનદાર બેટિંગ, ભારતનો સ્કોર 273/3
India (IND) vs South Africa (SA) 2nd Test Day 1: ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યારે 3 વિકેટે 273 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (63) અને રહાણે (18) રન બનાવી ક્રીઝ પર છે.
Trending Photos
પુણેઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો બીજો મુકાબલો પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવી 272 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી (63) અને અંજ્કિય રહાણે (18 રન) ક્રીઝ પર છે.
મયંક અગ્રવાલની બીજી ટેસ્ટ સદી
મયંક અગ્રવાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. આ મયંકના ટેસ્ટ કરિયરની બીજી સદી છે. મયંક અગ્રવાલે 108 રન ફટકાર્યા, આ દરમિયાન તેણે 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. મયંક અગ્રવાલે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ સદી ફટકારી, અને તે તેને બેવડી સદીમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યો હતો. ત્યારે મયંકે 215 રન બનાવ્યા આ દરમિયાન તેણે 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.
That will be Stumps on Day 1 in Pune. #TeamIndia 273/3. Kohli 63*, Rahane 18*. Join us for Day 2 tomorrow #INDvSA @Paytm pic.twitter.com/78HYVJAD2g
— BCCI (@BCCI) October 10, 2019
ભારતની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ધીમી રહી હતી. શરૂઆતમાં બોલ સ્પિંગ થઈ રહ્યો હતો અને આ કારણે બંન્ને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા અને મયંક અગ્રવાલ સંભાળીને રમી રહ્યાં હતા. કગિસો રબાડાનો એક બોલ રોહિતના બેટના કિનારાને અડીને વિકેટકીપર ક્વિન્ટન ડિ કોકના હાથમાં ચાલ્યો હયો હતો.
રોહિત શર્માએ 35 બોલનો સામનો કર્યો અને માત્ર એક બાઉન્ડ્રી ફટકારી હતી. રોહિત 14 રન બનાવી આઉટ થયો હતો. રોહિત બાદ પૂજારાએ સંભાળીને રમવાની રણનીતિ બનાવી હતી. પ્રથમ સેશનમાં 25 ઓવર બોલિંગ કરવામાં આવી હતી. પ્રથમ સેશનમાં ભારતે રોહિત શર્મા (14)ની વિકેટ ગુમાવી હતી.
કગિસો રબાડાએ ચેતેશ્વર પૂજારા (58)ને આઉટ કરીને ભારતનો બીજો ઝટકો આપ્યો હતો. આઉટ થતાં પહેલા પૂજારાએ મયંક સાથે બીજી વિકેટ માટે 138 રનની ભાગીદારી કરી હતી. પૂજારાએ 112 બોલમાં નવ ચોગ્ગા ફટકાર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે