ભડકે બળતુ ગુજરાત : 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગથી રવિવાર બન્યો ‘ફાયર ડે’

ગુજરાતમાં હાલ ડ્યુઅલ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સૂર્યદેવ ઉપરથી આગ ઓકી રહ્યા છે, તો નીચે ગુજરાતની ધરતી પર અનેક ઠેકાણે આગના બનાવો બની રહ્યા છે. કાર, ફેક્ટરીમાં આગ લાગવાના બનાવોની જાણો કે લાઈન લાગી છે. ગુજરાતના રોજ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યાં છે. જેને કારણે વાતાવરણ પણ ગરમી વધી રહી છે. રવિવારે ગુજરાત ભડકે બળતુ હતુ તેવુ કહી શકાય. મહેસાણા, દાદરા નગર હવેલી અને જામનગરમાં રવિવારે આગના બનાવો બન્યા હતા. આમ, રવિવારનો દિવસ ગુજરાત માટે ‘ફાયર ડે’ બની રહ્યો તેવુ કહી શકાય. 
ભડકે બળતુ ગુજરાત : 3 ફેક્ટરીઓમાં વિકરાળ આગથી રવિવાર બન્યો ‘ફાયર ડે’

ગુજરાત :ગુજરાતમાં હાલ ડ્યુઅલ સ્થિતિ સર્જાઈ છે. એક તરફ સૂર્યદેવ ઉપરથી આગ ઓકી રહ્યા છે, તો નીચે ગુજરાતની ધરતી પર અનેક ઠેકાણે આગના બનાવો બની રહ્યા છે. કાર, ફેક્ટરીમાં આગ લાગવાના બનાવોની જાણો કે લાઈન લાગી છે. ગુજરાતના રોજ આગ લાગવાના અનેક બનાવો બની રહ્યાં છે. જેને કારણે વાતાવરણ પણ ગરમી વધી રહી છે. રવિવારે ગુજરાત ભડકે બળતુ હતુ તેવુ કહી શકાય. મહેસાણા, દાદરા નગર હવેલી અને જામનગરમાં રવિવારે આગના બનાવો બન્યા હતા. આમ, રવિવારનો દિવસ ગુજરાત માટે ‘ફાયર ડે’ બની રહ્યો તેવુ કહી શકાય. 

DadraNagar_Aag.JPG

દાદરાનગરમાં કેમિકલ ફેક્ટરીમાં આગ
દાદરા નગર હવેલીના મસાટ ખાતે આવેલી મનીષ કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી હતી. કેમિકલ બનાવતી ફેકટરી હોવાથી આગે ગંભીર રૂપ ધારણ કર્યું હતું. જાણ થતા જ સેલવાસ અને વાપી બંને સ્થળોના ફાયર ફાઈટર્સ તાત્કાલિક દોડી આવીને આગ બૂઝવવાના પ્રયાસો કર્યા હતા. તો બીજી તરફ, આગ લાગતા જ કંપનીમાં મોટો ધડાકો થયો હતો, જેથી આસપાસના રહીશોમાં પણ ભય ફેલાઈ ગયો હતો કે, શું થયું છે. 

વાત ગળે નહિ ઉતરે, પણ સો ટકા છે સાચી : જે કામમાં ગુજરાત સરકારને આંટા આવી ગયા, તે એક નાનકડા ગામે કરી બતાવ્યું

આ આગ એટલી વિકરાળ હતી કે, 6 થી વધુ ફાયબ્રિગેડની ટીમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. બાદમાં સેલવાસ ઉપરાંત વાપી, દમણ અને સરીગામ સહિત આસપસના ફાયર ફાઇટ 2ની ટીમોની પણ મદદ લેવાઈ હતી. ભીષણ આગને કારણે આસપાસની કંપનીઓના કામદારોને પણ સલામત સ્થળે ખસેડાયા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ વધી ગઈ હતી. જોકે, બંધ ફેક્ટરીમાં આગ લાગવાની  ઘટના બનતા કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. 

Mehsana_Fire.JPG

મહેસાણાની કંપનીમાં આગ
મહેસાણાના કડી રાજપુર ગામ નજીક શાકો ફ્લેક્સ નામની કંપનીમાં મોડી રાત્રિએ ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જેને પગલે કડી, કલોલ અને મહેસાણાની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડતી થઈ હતી અને આગને સંપૂર્ણ કાબુમાં લેવાના પ્રયાસો કરાયા હતા. આ આગ કયા કારણોસર લાગે તેવું જાણવા મળ્યું નથી. પરંતુ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની માહિતી મળી હતી. 

Jamngar_fire.JPG

જામનગરમાં ભંગારના કારખાનામાં આગ
જામનગર ગઈકાલે સાંજે GIDC દરેડ ફેસ-3ના પ્લાસ્ટિક અને ભંગારના કારખાનામાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સતત બે કલાકથી કારખાનામાં ચાલી રહેલી આગે બાદમાં વિકરાળ રૂપ બતાવતા ત્રણ ફાયર ફાઇટરની મદદથી આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news