LRD ભરતીમાં 2 પુત્રોને પક્ષપાતથી વ્યથીત પિતાની આત્મહત્યા, રબારી સમાજની ઉગ્ર માંગણી
Trending Photos
જૂનાગઢ : લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાની ઘટનામાં પિતાએ ગળેફાંસો ખાઇને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સહાયક વિદ્યુત નિરિક્ષકની કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઇ મુજાભાઇ હુણે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે ઓફીસ કાર્યાલયમાં જ સવારે 07.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફીસમાંથી પંખે લટકતો તેમનો દેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મ્યાંજરભાઇએ આપઘાત કરતા પહેલા ટેબલ પર પોતાની સુસાઇટ નોટ મુકી હતી. જ્યાં તેમણે કહ્યું કે, મારી ઓફીસમાં સ્ટાફ અને કર્મચારીને પરેશાન કરશો નહી, માફ કરશો. રૂપાણી સરકારને સંતોષ થશે. ઘટનાને પગલે મોટા પ્રમાણમાં રબારી અને માલઘારી સમાજ એકત્ર થવા લાગ્યા હતા. સમાજ દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર નહી કરવાની ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી. રબારી સમાજનાં અગ્રણી ઓ અને ભુવા એકત્ર થયા હતા.
બેઠકમાં લેવાયેલ નિર્ણય માં પાંચ જેટલી માંગણીઓ કરવામાં આવી છે...
(૧) આત્મહત્યા કરનાર મ્યાંજરભાઈ હુંણ ના બંને પુત્રોને તાત્કાલિક નોકરી આપવાની માંગણી
(૨) મ્યાંજરભાઈ હુંણ ને આત્મહત્યા માટે મજબૂર અસી. કમિશનર વસાવા સામે એફઆઇઆર દાખલ કરી કડક પગલાં ભરવાની માંગણી
(૩) રબારી સમાજ ના નોકરિયાતો સામે આદિજાતિ કાર્ડ ની જે તપાસો ચાલી રહી છે તે તપાસો બંધ કરાવવાની માંગણી
(૪) 1994 માં મલકાણ પાંચ દ્વારા ગીર અને બરડા માં રહેતા 17591 રબારી આદિવાસીઓ ને આપાયેલા વિગત દર્શક કાર્ડ ને પુરાવા તરીકે માન્ય ગણવું
(૫) એલઆરડી ની તમામ પરીક્ષાઓ માં પાસ થયેલ 125 યુવકો યુવતીઓ ને અન્યાય થયો છે તે તમામ ને નોકરી માં લેવાની માંગણી
બેઠકમાં જોડાયેલા રબારી સમાજના ધર્મગુરૂ...
* જેઠા આતા - બળેજ મઢ
* અંબરીશ આતા - ઓડદર મઢ
* જીતુ આતા - ચોરવાડ મઢ
* રાજા આતા - સિડોકર મઢ
* દેવાયત આતા - લોજ મઢ
* મેરામણ આતા - ડેરી મઢ
* અમરા આતા - સતાપર મઢ
* નારણ આતા - ગણોદ મઢ
* નંદા આતા - માંગરોળ મઢ
* બીજલ આતા - દિવાસા મઢ
* ગણપતભાઇ મોરી, રબારી અગ્રણી, બાંટવા
* નિલેશભાઈ મોરી, પ્રમુખ જિલ્લા પંચાયત પોરબંદર
* વી. ડી. મોરી, જિલ્લા પંચાયત સભ્ય
* જેઠાભાઈ મોરી - જામનગર જિલ્લા પંચાયત સભ્ય
* નારણભાઈ શેલાણા, રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય
* વિરૂઆતા, અગ્રણી રબારી સમાજ
* વરજાંગ ભાઈ હુણ, પ્રમુખ રબારી વિદ્યાર્થી ભવન
* ટીનુભાઈ ગરચર, પ્રમુખ બાંટવા નગર પાલિકા
* અરજણભાઇ મોરી, કનવિનાર આંદોલન સમિતિ
* બી. ડી. રબારી, નિવૃત્ત પોલીસ અધિકારી
* ભગવાનભાઈ મોરી, અગ્રણી માલધારી સમાજ
* દાનાભાઈ ખાંભલા, માંગરોળ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે