ખેડૂતો સાવધાન! ગુજરાતમાં જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનિટમાં તપાસ, 107ને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો
રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટ એકમોમાં સ્ક્વોર્ડ દ્વારા ઓચીંતી તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૭ ઉત્પાદક એકમોને નોટિસ ફટકારાય છે.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવા ઉત્પાદક યુનીટમાંથી કુલ 91 નમુનાઓ લેવાયા છે અને તે પૈકી 107 ઉત્પાદક એકમોને નોટીસ આપી અંદાજીત રૂ.389.17 લાખની કિંમતનો જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યનાં કુલ 19 જિલ્લાઓમાં કાર્યરત જંતુનાશક દવાનાં ઉત્પાદક એકમોમાં ઓચીંતી તપાસ કરવા માટે સ્ક્વોર્ડની રચના કરી કુલ 37 અધિકારીઓને આકસ્મિક તપાસની કામગીરી સોંપવામાં આવી હતી. આ સ્ક્વોર્ડ દ્વારા તા.7 અને 8 ઓગસ્ટ દરમિયાન બે દિવસમાં કુલ 320 જંતુનાશક દવા ઉત્પાદક એકમોમાં તપાસ કરવામાં આવી. જે દરમ્યાન જંતુનાશક દવાનાં કુલ 84 નમુનાઓ તથા શંકાસ્પદ જંતુનાશક દવાનાં 7 નમુનાઓ મળી કુલ 91 નમુનાઓ લેવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યુ કે, આ ઓચિંતી તપાસ દરમિયાન જોવા મળેલી વિવિધ પ્રકારની વિસંગતતા અનુસંધાને વિવિધ ૧૦૭ ઉત્પાદક એકમોને નોટીસ આપવામાં આવી છે તેમજ અંદાજીત રૂ.389.17 લાખની કિંમતનો 51,426 કિગ્રા/લિટર જંતુનાશક દવાનો જથ્થો અટકાવવામાં આવ્યો છે. ચાલુ ખરીફ ઋતુમાં આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઇવ સમય અંતરે આયોજન કરવામાં આવનાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે