Biparjoy Cyclone: ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો આવતીકાલથી બંધ, વાવાઝોડાના કારણે ભક્તોને શું કરાઈ અપીલ?

Biparjoy Cyclone: વાવાઝોડું 15મી જૂને સાંજે 4 કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના છે. વાવાઝોડાની અસર થવાની છે ત્યાંના જામીતા મંદિરો પણ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી 290 કિ.મી દૂર છે.

Biparjoy Cyclone: ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરો આવતીકાલથી બંધ, વાવાઝોડાના કારણે ભક્તોને શું કરાઈ અપીલ?

Biparjoy Cyclone: બિપારજોય વાવાઝોડાની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. વાવાઝોડું 15મી જૂને સાંજે 4 કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના છે. રાજ્ય સરકાર દ્વારા લોકોને ઓછી તકલીફ પડે તે માટે પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, સાથે ભારતીય સશસ્ત્ર દળો સંપૂર્ણ તૈયાર રાખવામાં આવી છે. બીજી બાજુ જે વિસ્તારમાં વાવાઝોડાની અસર થવાની છે ત્યાંના જામીતા મંદિરો પણ ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી 290 કિ.મી દૂર છે.

દ્વારકા મંદિર બંધ
વાવાઝોડાની સ્થિતિને પગલે આવતીકાલથી જગત મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવશે. જો કે, પૂજારી પરિવાર દ્વારા સેવા પૂજા ચાલું રહેશે. જો કે, સોશિયલ મીડિયા મારફતે દર્શન કરી શકાશે. દ્વારકા દેવસ્થાન કચેરી ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ બિપોરજોય વાવાઝોડાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રવાસીઓને અપીલ કરવામાં આવે છે કે, મંદિર બંધ હોય પોતાનો પ્રવાસ મોકૂફ રાખે. આ ઉપરાંત નૂતન ધ્વજા આરોહરણ પણ હાલ નહિ ચડે. પવનની સ્થિતિના કારણે ધ્વજાને નુકશાન પણ થયું છે.

પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય 
બિપરજોય વાવાઝોડાને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની આગાહીને લઈને પાવાગઢ મંદિર તા. 15 જૂન ના બપોરે 12 વાગ્યાથી 16 જૂન ના બપોરના 12 વાગ્યા સુધી બંધ રહેશે. વાવાઝોડાની આગાહીને લઈને ડુંગર પર ભારે પવનની આશંકાને લઈને મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તા.15 અને 16 જૂનના રોજ પાવાગઢ ખાતે ભક્તોને ન આવવા મંદિર પ્રશાસને અપીલ કરી છે. 

ભક્તોને સોમનાથ ટ્રસ્ટે પણ અપીલ કરી
સોમનાથ ટ્રસ્ટે પણ ભક્તોને અપીલ કરી છે. ચક્રવાતની સ્થિતિમાં સોમનાથ આવતા લોકો અટવાય નહિ તે માટે ટ્રસ્ટે અપીલ કરી છે. મંદિર ખુલ્લુ રહેશે પરંતુ લોકોને અગવડતા ન પડે તે માટે દર્શને ન આવવા અપીલ કરવામાં આવી છે. ડિજિટલ માધ્યમથી સોમનાથના દર્શન કરવા ટ્રસ્ટે અનુરોધ કર્યો છે. હાલના સંજોગોમાં પ્રત્યક્ષ દર્શન માટે નહિ આવવા ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ચામુંડા મંદિર પણ બંધ
બિપોરજોય વાવાઝોડાને લઈને ચોટીલા ચામુંડા મંદિરે પણ દર્શનાર્થી માટે દર્નશ માટે તા.16. સુધી બંધ રાખવાની સૂચના મામલતદાર કચેરી દ્રારા આપવામાં આવી છે. 16 સુધી ભક્તોએ દર્શનાર્થે ન આવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા  સૂચના આપવામાં આવી છે.

માં આશાપુરા મંદિર પણ બંધ
માં આશાપુરા મંદિર 15-16 તારીખ સુંધી બંધ રાખવામાં આવશે. માતાનામઢ આશાપુરા મંદિરના અઘ્યક્ષ રાજાબાવાએ દર્શનાર્થીઓને અપીલ કરી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છમાં થવાની છે. જેને લઈને માતાનામઢ ખાતે જથા ભક્તોની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news