Anand: 17 મહિનાથી પરિવાર શોધી રહ્યો છે પોતાની દીકરીને, પુત્રીને દેહવ્યાપારમાં વેચી દીધાની શંકા

આણંદના વાંસખિલીયા ગામના અલ્પેશ પટેલની દીકરી વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ દીકરી ગયાના ત્રણ દિવસ બાદ તેના લગ્ન અજય તળપદા સાથે થયા હોવાનો પત્ર આવે છે

Anand: 17 મહિનાથી પરિવાર શોધી રહ્યો છે પોતાની દીકરીને, પુત્રીને દેહવ્યાપારમાં વેચી દીધાની શંકા

જપ્તવ્ય યાજ્ઞિક/ આણંદ: આણંદના વાંસખિલીયા ગામના અલ્પેશ પટેલની દીકરી વર્ષ 2019 ના નવેમ્બર મહિનામાં ઘરેથી જતી રહી હતી. ત્યારબાદ દીકરી ગયાના ત્રણ દિવસ બાદ તેના લગ્ન અજય તળપદા સાથે થયા હોવાનો પત્ર આવે છે. પોતાની માત્ર 18 વર્ષીય દીકરીના જતા રહ્યા ના 3 દિવસ બાદ તેના લગ્ન થયાની વાત પરિવારને ધ્યાને આવે છે. જો કે, પોતાની દીકરી સાથે તેમને મળવા તેઓ આણંદ ગ્રામ્ય પોલીસને અરજી કરી હતી પણ કાયદાકીય કારણોસર દીકરી સાથે મુલાકાત થઈ શકી નહીં.

જો કે, પરિવારે આપમેળે પણ દીકરીને શોધવાનો પ્રયાસ કર્યો પણ દીકરી ના કોઈ સગડ મળતા નથી. મહત્વનું છે કે, તેમની દીકરીએ જ યુવક સાથે લગ્ન કર્યા તે અજય તળપદાના ગામ નાપાના રહેઠાણ ખાતે પણ પરિવારજનોએ તપાસ કરી હતી. પરંતુ ત્યાં તેના ઘરે પણ તાળું લાગેલું જોવા મળ્યું હતું.

પોતાની દીકરીને ક્યાં છે તે બાબતને લઇને પરિવારજનો આ સગા વ્હાલા થકી પણ શોધવાનો પ્રયત્નો કર્યા પણ નિરાશા જ હાથ લાગી હતી. પરિવારજનો આજે પણ પોતાની દીકરીને મળવા માટે પ્રયત્ન કરતા રહ્યા છે. પણ 17 મહિનાથ થયા હોવા છતાં હજી સુધી દીકરીની કોઈ ભાળ મળી નથી. ત્યારે આ સમગ્ર બાબતમાં દીકરી સાથે મેળાપ કરાવા માટે આણંદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આણંદના સાંસદને આવેદનપત્ર આપ્યું હતું.

પરિવારજનોએ આવેદનના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને એસપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારી દીકરી સાથે અમને મેળાપ કરાવી આપશો. સાથે જ તેમની શંકા છે કે, આ સમગ્ર ઘટનામાં દીકરીએ જે યુવક સાથે લગ્ન કર્યા છે તે સમગ્ર વિષયમાં મુખ્ય ભમિકા લવિંગ ખાન નામના શખ્સની છે. પરિવારના સભ્યોને શંકા છે કે, લવિંગ ખાન નામના શખ્સે ષડયંત્ર કરી દીકરીને દેહવ્યાપાર માટે વેચી દીધી હોય અથવા તેની હત્યા કરી હોય.

દીકરીના પિતાએ ZEE 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દીકરી ભવિષ્યમાં જ્યારે પણ અમને મળે અને આ ઘટનાની સાચી હકીકત જણાવી શકે છે, ત્યારે હવે દીકરીને મળવુ એ અમારા માટે જરૂરી છે. મહત્વનું છે કે અગાઉ પણ આલેખ ખાન ઉર્ફે લવિંગ ખાન નામના શખ્સ વિરૂદ્ધ ઘણી ફરિયાદો થઈ ચુકી છે. ત્યારે ગુનાહીત ઈતિહાસ ધરાવતો લવિંગ ખાન પાસાની સજા માટે જેલની હવા પણ ખાઈ આવ્યો છે.

પરિવારજનોએ આવેદનમાં લવિંગખાન પર આક્ષેપ કર્યો છે કે, તે નાની નાની દીકરીઓને પોતાની હવસનો ભોગ બનાવે છે. સાથે લવિંગ ખાને તેમની દીકરીને ફોન અપાવ્યો હતો. જેની મદદથી તે તેના સંપર્કમાં રહેતો હતો, પરિવારજનોએ લવિંગખાન અને તેમની દીકરી વચ્ચેની ફોન અને મેસેજની વિગતો જે તે સમયે ફરજ રના પોલીસ અધિકારી આરવી વીંછીને આપી હતી.

પરિવારજનોનો આક્ષેપ છે કે, તે સમયે તપાસ અધિકારી તેઓ હતા અને તેમણે અમારી આપેલી વિગતો ફોનમાંથી ડિલિટ કરી દીધી હતી. જે તેમને ફોન પર મળતા ધ્યામાં આવ્યું હતું. ત્યારે રાજકીય પીઠબળ ધરાવતા લવિંગ ખાનની આ દીકરીને ભગાડી જવામાં સંડોવણી છે કે, કેમ તે તપાસનો વિષય છે. ત્યારે હાલતો આ પરિવાર વધુ એક વખત આવેદન પત્રના માધ્યમથી દીકરીને મળી શકાશે તેવા વિશ્વાસથી સારા સમયની રાહ જોઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news