અમદાવાદના વિદ્યાર્થીનું કારસ્તાન, ‘સેક્સી ભાભી’ના નામે ટીચર પર બનાવ્યું ફેક એકાઉન્ટ

ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીનું કારસ્તાન ,વિદ્યાર્થીએ રીના સેક્સીભાભી નામનું ટીચરનું બનાવ્યું ફેક એકાઉન્ટ

અમદાવાદના વિદ્યાર્થીનું કારસ્તાન, ‘સેક્સી ભાભી’ના નામે ટીચર પર બનાવ્યું ફેક એકાઉન્ટ

અમદાવાદ: શહેરમાં ગુરૂ અને શિષ્યને શર્મશાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના ટીચરના નામે ઇન્સ્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવ્યું હતું. ટીચરની તસવીરોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીએ રીના સેક્સી ભાભીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક આઇડી અંગે ટીચરને જાણ થતા ટીચરે પોલીસ ફરીયાદ કરી હતી. અને આવા ફેક આઇડી બનાવી મહિલાઓના ચારિત્ર્ય સાથે ચેડા કરવામાં આવે છે તેવી ફરિયાદ ટીચર દ્વારા કરવામાં આવતા સ્થાનિક પોલીસે સાયબરસેલની મદદ લઇને તપાસ હાથ ધરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. તે ટીચરના જ એક વિદ્યાર્થીએ ટીચરના નામે ઇન્સ્ટાગ્રામ પર એક ફેક આઇડી બનાવ્યું હતું. આ વિદ્યાર્થી ધોરણ 11માં અભ્યાસ કરે છે. સાયબર સેલ દ્વારા ઘોરણ 11માં અભ્યાસ કરતા કિશોરની પુરાવાના અધારે ધરપકડ કરી અને વધુ તપાસ હાથધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news