અમદાવાદ: 15 વર્ષના ટેણિયાએ કર્યું લેગો સીટીનું સર્જન, 3 વર્ષની મહેનત લાવી રંગ
અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના આ વિદ્યાર્થીએ આધુનિક અને કુદરતી તત્વોનો અદભૂત સમન્વય કરતા 144 ચો.ફૂટના લેગો સીટીનુ સર્જન કર્યું છે.
Trending Photos
અમદાવાદ: ધીરજ અને ખંત વડે અવરોધો અને ઉંમરનો બાધ દૂર કરીને કેવી સિધ્ધિ હાંસલ કરી શકાય છે તેનુ ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરના 15 વર્ષની વયના રૌનક કટારીયાએ પૂરૂ પાડ્યું છે. અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના આ વિદ્યાર્થીએ આધુનિક અને કુદરતી તત્વોનો અદભૂત સમન્વય કરતા 144 ચો.ફૂટના લેગો સીટીનુ સર્જન કર્યું છે. એમાં આકાશને આંબવા પ્રયાસ કરતાં ઉંચાં મકાનો, નાસા સેન્ટર, એરપોર્ટ, હેલીપેડ, કાર વર્કશોપ્સ અને એટીએમ ગ્રેબ સ્ટેશન, બોટાનિકલ ગાર્ડન, સમુદ્ર, પર્વતોનો નજારો વગેરે પણ જોવા જેવા છે.
અત્યંત સર્જનાત્મક માનસ તથા દરેક બાબતમાં ભારે જીજ્ઞાસા ધરાવતા રૌનકે લેગો સીટી તૈયાર કરવાની કામગીરી તે 8 વર્ષનો હતો ત્યારથી જ ચાલુ કરી દીધી હતી. તેને ભેટમાં મળેલા લેગો સેટસને કારણે તેને લાઈફ સાઈઝ લેગો ટાઉનશિપનુ નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. તેણે ઝીણવટથી નગર આયોજન કર્યું છે તેમાં તેના 3 વર્ષના પ્રયાસો દેખાઈ આવે છે.
તેણે બ્લોક્સ જોડીને અસરકારક ટાઉન પ્લાનીંગ કર્યું છે. એમાં શહેરની સલામતી માટે ફાયર બ્રીગેડનો પણ સમાવેશ કર્યો છે. આ ઉપરાંત તેણે મોડેલ સીટીની રચનામાં પાર્લામેન્ટ હાઉસનો પણ સમાવેશ કર્યો છે. લેગો પ્રવૃત્તિ સંકલન શકિત ગાણિતીક થીંકીંગ, સમસ્યા નિવારણ તથા સંવાદનુ બહેતર કૌશલ્ય, દ્રઢ નિશ્ચય અને સમસ્યા ઉકેલની પધ્ધતિ માગી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે