ડિયર કસ્ટમર તમારું વીજ બિલ બાકી છે, નહિ તો વીજ કનેક્શન કટ થઇ જશે... આવો મેસેજ આવે તો ચેતજો

Fake Message Viral : ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે તેથી તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' છેલ્લાં કેટલાંય દિવસથી આ રીતે વીજ ગ્રાહકોને વોટસએપમાં આ પ્રકારના મેસેજ આવી રહ્યાં છે

ડિયર કસ્ટમર તમારું વીજ બિલ બાકી છે, નહિ તો વીજ કનેક્શન કટ થઇ જશે... આવો મેસેજ આવે તો ચેતજો

Light Bill Fake Message મૌલિક ધામેચા/અમદાવાદ : જો તમારા મોબાઈલ નંબર પર બાકી લાઈટ બિલ ભરવા મેસેજ આવે તો ચેતજો. કારણ કે, બિલ ભરવાના મેસેજ સોશિયલ મીડિયા પર ફરી રહ્યાં છે. પરંતું આવા પ્રકારના કોઈ મેસેજ વીજ કંપનીઓ દ્વારા મોકલવામા આવતા નથી. આ મામલે અનેક લોકો ઠગાઇનો ભોગ બનતા કાર્યવાહી કરાઈ છે. UGVCL ના અધિકારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.  ગ્રાહકોને બિલ ભરવા ફેક મેસેજ મોકલનાર સામે ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં નાણાં પડાવી છેતરપિંડી આચરનાર સામે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સાયબર ક્રાઇમે અગાઉ સોશિયલ મિડીયાથી લોકોને આ પ્રકારની ઠગાઇ મામલે સતર્ક કર્યા હતા.

સાઈબર ક્રાઈમ માફિયા ફરીથી એક્વિટ થયા છે. તેઓ વિવિધ મેસેજ કરીને  ભોળા અને અભણ લોકો સાથે છેતરપીંડી આચરતા હોય છે. ત્યારે બાકી લાઈટબિલને લઈને ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકોને મેસેજ આવી રહ્યાં છે. આ રીતે છેતરપીંડ કરીને લોકો પાસેથી રૂપિયા ખંખેરવામા આવે છે. 

આ પણ વાંચો : 

કેવા મેસેજ આવે છે
છેલ્લા ઘણા દિવસોથી વીજ કંપનીના નામે એક મેસેજ મોકલવામાં આવે છે. અથવા તો કૉલ કરવામાં આવે છે કે, 'ડીઅર કસ્ટમર તમારું વીજ કનેક્શન બાકી છે તેથી તમારું વીજ કનેક્શન કટ થઇ જશે.' છેલ્લાં કેટલાંય દિવસથી આ રીતે વીજ ગ્રાહકોને વોટસએપમાં આ પ્રકારના મેસેજ આવી રહ્યાં છે. જેમાં તમારું વીજબિલ બાકી છે આથી તમારું વીજ કનેકશન કટ થઇ જશે તેવાં મેસેજ લોકોને આવી રહ્યાં છે. જો તમને પણ આ પ્રકારનો મેસેજ આવે તો સાવધાન રહેજો. 

છેલ્લા કેટલાક મહિનાઓથી સમગ્ર દેશમાં છેતરપિંડી આચરનારાઓ તરફથી મોકલવામાં આવતા ફેક SMS અને વોટ્સએપ મેસેજીસમાં વધારો થયો હોવાના રિપોર્ટ સામે આવી રહ્યા છે. છેતરપિંડી આચરનારાઓ પોતે કંપની તરફથી વાત કરી રહ્યા હોવાનું કહીને કસ્ટમરને ફેક SMS તેમજ વોટ્સએપ મેસેજ મોકલાવી રહ્યા છે. મેસેજમાં તેઓ કસ્ટમરને તેમનું છેલ્લા મહીનાનું બિલ ન ભરેલું હોઈ તો તેમનું પાવર કનેક્શન રાત્રે09:30 /10:30 વાગ્યાના સમયગાળામાં ડિસકનેક્ટ થઈ જશે તેવું જણાવે છે. આ ફેક મેસેજીસમાં કસ્ટમરને મેસેજમાં આપેલા નંબર પર ફોન અથવા મેસેજ કરીને કંપનીના ઓફિસર સાથે સંપર્ક કરવા પણ જણાવવામાં આવે છે. તેથી વીજ કંપનીઓએ તેમના તમામ કસ્ટમરોને આવા ફેક મેસેજીસનો પ્રત્યુત્તર ન આપવા કે, આવા ફેક મેસેજીસ પર આપેલ કોઈ પણ નંબર પર ફોન ન કરવા માટે વિનંતી કરી છે. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news