લોકોના સ્વાસ્થય સાથે ચેડા! નકલી કફ સીરપનો મોટો જથ્થો વડોદરાથી પકડાયો

Fake Cough Syrup : વડોદરા શહેર એસોજી પોલીસ દ્વારા બાજવા વિસ્તારમાં ગોડાઉનમાં રેડ કરતા કોડીન સીરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો 
 

લોકોના સ્વાસ્થય સાથે ચેડા! નકલી કફ સીરપનો મોટો જથ્થો વડોદરાથી પકડાયો

Vadodara News જયંતિ સોલંકી/વડોદરા : વડોદરાના બાજવા વિસ્તારની સોસાયટીમાં બનાવેલા નકલી કફ સીરપના ગોડાઉનનો SOG પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં નકલી કફ સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ ગોડાઉનના માલિકની પકડવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા નિઝામપુરાના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ વડોદરા SOG દ્વારા આવા તત્વો સામે એલર્ટ બની છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગતરાત્રે વડોદરા SOG દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં SOG પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને 357 થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કફ સીરપની 4400 જેટલી બોટલો મળી આવી હતી. જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર આમલે આગાઉં અમદાવાદ ગ્રામ્ય sog પોલીસ દ્વારા વડોદરાથી વટામણ લઇ જવાતો cng રીક્ષામાં જથ્થો ઝડપી પાડયો હતો. સાથે બે આરોપીને ઝડપી પડ્યાં હતા. ત્યારે વડોદરા sog પોલીસ દ્વારા વધુ તપાસ કરતા શહેરના બાજવા વિસ્તારમાં તપાસ કરી હતી. જેમ પોલીસને બિનવારસી ગોડાઉન મળ્યું હતું. જેમાં મોટી માત્રામાં નશાકારક સીરપનો જથ્થો મળી આવ્યો હતો. 

વડોદરા શહેર એસોજી પોલીસ દ્વારા બાજવા વિસ્તારમાં ગોડાઉનમાં રેડ કરતા કોડીન સીરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સામાન્ય રીતે શરદી ખાંસી થતાં ડોક્ટરના સૂચના અનુસાર આ સીરપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ ક્યારેક નશા કરવા માટે પણ આ સીરપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરના બાજવા વિસ્તારમાં આવેલ ગોડાઉન માથે કફ સીરપની ૪૪ હજાર બોટલ જથ્થો આશરે ૬૬ લાખનો મુદ્દા માલ એસોજી દ્વારા સીઝ કરવામાં આવ્યો છે. તમામ સીરપના સેમ્પલ લઇ એફએસએલના અધિકારીઓ રાખીને તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. 

SOG પોલીસે જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગોડાઉનના માલિકની શોધખોળ કરવાનો સાથે, આ જથ્થો ક્યાં બન્યો, ક્યાં મોકલવામાં આવવાનો હતો, કોણ કોણ એમાં સામેલ છે જેવા મામલે ઝીણવટભરી તપાસ પોલીસ દ્વારા આગળ ધપાવાઈ છે. રાજેશ પટેલ પોતે ડ્રગ્સ ડીલર હોવાની વિગતો સામે આવી છે. તે દવાના વેચાણનું લાઈસન્સ ધરાવે છે. પરંતુ તે તમામ દવાઓનો જથ્થો કેમિસ્ટ દ્વારા જ આપી શકે છે. ત્યારે આ જથ્થો ડાયરેક્ટ વેચી દેવાના મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. અમદાવાદ એસોજી પોલીસે પકડેલા બંને આરોપીઓએ રાજેશ પટેલ પાસેથી મુદ્દા માલ ખરીદી આપવા જતા હોવાની કબુલાત પણ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news