AIIMS બનવાથી કેવા ફાયદા થશે, કેવી-કેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે?

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જ્યાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે, તેનું એક સંપૂર્ણ સંકૂલ હોય છે, જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે 

AIIMS બનવાથી કેવા ફાયદા થશે, કેવી-કેવી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે?

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ  ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) દેશની સર્વોચ્ચ અને સ્વતંત્ર મેડિકલ સંસ્થા છે, જ્યાં દર્દીઓને મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે, તેનું એક સંપૂર્ણ સંકૂલ હોય છે, જેમાં મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર, લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ એક છત નીચે ઉપલબ્ધ હોય છે. દેશમાં પ્રથમ AIIMSની સ્થાપના 1956માં નવી દિલ્હી ખાતે કરવામાં આવી હતી.AIIMS ની સ્થાપના રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે એક્ટ ઓફ પાર્લામેન્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં તબીબી ક્ષેત્રની તમામ શાખાઓમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટનું શિક્ષણ પૂરું પાડવાનો મુખ્ય ધ્યેય છે. આરોગ્ય ક્ષેત્રની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના હેતુ સાથે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નવી દિલ્હી ખાતે આવેલી AIIMS ભારતમાં આવેલી તમામ AIIMSનું વડું મથક ગણાય છે. 

આ સંસ્થામાં આરોગ્ય ક્ષેત્રની તમામ વ્યાપક સુવિધાઓને એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે, જેમ કે શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સારવાર. AIIMS  માટે બનાવાયેલા કાયદા મુજબ અહીં અહીં આરોગ્ય ક્ષેત્રની 42 શાખાઓમાં શિક્ષણ અને સંશોધનનું કાર્ય હાથ ધરવામાં આવે છે. તેની સાથે જ અહીં નર્સિંગ કોલેજ પણ હોય છે જ્યાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ એમ બંને પ્રકારની ડિગ્રી આપવામાં આવે છે. એઈમ્સના સંશોધન વિભાગ દ્વારા એક વર્ષમાં 600 જેટલા સંશોધન પત્રો રજૂ કરવાનો રેકોર્ડ છે. 

રાજકોટ અને ગુજરાતને થનારો ફાયદો
AIIMSની રાજકોટને ફાળવણી કરાયાથી રાજ્ય અને રાજકોટ શહેર બંનેને ફાયદો થશે. ગુજરાતમાં મેડિકલની બેઠકોમાં વધારો થશે, જેથી તબીબી શાખામાં ભણવા માગતા વિદ્યાર્થીઓને રાજ્ય છોડીને બહાર જવું નહીં પડે. રાજકોટ શહેરમાં AIIMSની સ્થાપના થવાથી શહેરને મેડિકલ કોલેજની સાથે-સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ પણ મળશે કે જેમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ હશે. આ હોસ્પિટલનો ફાયદો રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને થશે. આથી, રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને શ્રેષ્ઠ કક્ષાની આરોગ્ય સેવાનો લાભ લેવા માટે હવે અમદાવાદ સુધી લંબાવું નહીં પડે. 

AIIMS હોસ્પિટલમાં હોય છે 25 વિભાગ
AIIMS ના સંકુલમાં આવેલી હોસ્પિટલમાં 25 વિભાગ હોય છે, જેમાં 4 સુપર સ્પેશિયાલિટી સેન્ટર હોય છે. અહીં તમામ પ્રકારની નાની-મોટી બિમારીઓનો ઈલાજ કરવામાં આવે છે. AIIMS ની હોસ્પિટલમાં 800થી 1200 જેટલી પથારીની સુવિધા હોય છે. સાથે જ અહીં તમામ પ્રકારની બિમારીની લેબોરેટરી તપાસની પણ સુવિધા ઉપલબ્ધ હોય છે. એટલે દર્દીને અહીં-તહીં ધક્કા ખાવાની જરૂર હોતી નથી. AIIMS ની હોસ્પિટલમાં એક દિવસમાં લગભગ 1500 જેટલા દર્દીની તપાસ કરવામાં આવતી હોય છે. એક AIIMS હોસ્પિટલમાં એક વર્ષના અંદર 80,000થી વધુ દાખલ દર્દીઓની અને 1.50 લાખથી વધુ બહારના દર્દીઓની સારવાર કરવામાં આવતી હોય છે. 

AIIMS હોસ્પિટલની વિશેષતાઓ

  • 800-1200 પથારીની સુવિધાઓ
  • 4 સુપરસ્પેશિયાલિટી સાથે 25 વિભાગ
  • લેબોરેટરી સહિતની તમામ સુવિધાઓ
  • 1500 દર્દીની દરરોજ તપાસ
  • 80,000થી વધુ દર્દીઓને એક વર્ષમાં દાખલ કરાય છે 
  • 1,50,000થી વધુ બહારના દર્દીઓ એક વર્ષમાં સારવાર મેળવે છે

AIIMSમાં કઈ-કઈ બિમારીઓનો થાય છે ઈલાજ
એનેસ્થેસિયોલોજી, પેઈન મેડિસિન અને ક્રિટિકલ કેર, શૈક્ષણિક વિભાગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોસ્ટેટિસ્ટિક્સ, કાર્ડિયોલોજી, ડાયટેક્ટિક્સ, એન્ડોક્રિનોલોજી, મેટાબોલિઝમ અને ડાયોબિટિઝ, ગેસ્ટ્રોલોજી અને હ્યુમન ન્યુટ્રિશન, હીમેટોલોજી, લેબોરેટરી મેડિસિન, ન્યુક્લિયર મેડિસિન, ઓર્થોપેડિક્સ, પિડિયાટ્રિક્સ, પ્લાસ્ટિક સર્જરી, પલ્મોનરી મેડિસિન અને સ્લીપ ડિસઓર્ડર્સ, પ્રજનનને લગતી સમસ્યાઓ, હિમેટોલોજી, ટ્રાન્સપ્લાન્ટ ઈમ્યુનોલોજી અને ઈમ્યુનોજિનેટિક્સ, યુરોલોજી, એનાટોમી, ગેરિઆટ્રિક મેડિસિન, ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી, નેફ્રોલોજી, ઓબ્સ્ટ્રેટ્રિક્સ અને ગાયનેકોલોજી, ઓટોર્હિનોલેરિગોલોજી, પિડિયાટ્રિક સર્જરી, ફાર્માકોલોજી, ફિઝિકલ મેડિસિન અને રિહેબિલિટેશન, સાયકિયાટ્રી, રેડિયો ડાયગ્નોસિસ અને તમામ પ્રકારની બિમારીઓનું નિદાન  

AIIMS ના કાર્યો 

  • મેડિકલ અને તેને સંબંધિત ફિઝિકલ, બાયોલોજિકલ સાયન્સમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સિસ 
  • નર્સિંગ અને ડેન્ટિલ એજ્યુકેશન
  • મેડિકલ શિક્ષણ ક્ષેત્રે ઈનોવેશન 
  • દેશ માટે મેડિકલ શિક્ષકો પેદા કરવા 
  • મેડિકલ અને તેને સંબંધિત ક્ષેત્રમાં સંશોધન
  • આરોગ્ય સુવિધાઓઃ તમામ પ્રકારની બીમારીઓનો ઈલાજ 
  • સમાજ આધારિત શિક્ષણ અને સંશોધન 

દેશમાં કેટલી AIIMS કાર્યરત છે?

  • 1956: નવી દિલ્હી
  • 2012: ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર, ઋષિકેશ,
  • 2018: મંગલગિરી, નાગપુર

દેશમાં પ્રસ્તાવિત 13 નવી AIIMS

  • ફેઝ-3 : રાયબરેલી (યુપી)
  • ફેઝ-4 : ગોરખપુર (યુપી), કલ્યાણી (પ.બંગાળ) 
  • ફેઝ-5 : ભટિંડા (પંજાબ), ચાંગસરાય (આસામ), વિજયપુર અને અવંતિપોરા (જમ્મુ-કાશ્મીર), બિલાસપુર (હિમાચલ પ્રદેશ), મદુરાઈ (તમિલનાડુ), દરભંગા(બિહાર)
  • ફેઝ-6 : દેવગઢ (ઝારખંડ), રાજકોટ(ગુજરાત), હૈદરાબાદ( તેલંગાણા)
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news