તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકોને ચેતવ્યા

Severe Heatwave Alert : રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર.... 5 શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર... 45.9 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ બન્યું અગનભઠ્ઠી... તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ..

તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકોને ચેતવ્યા

Gujarat Weather Forecast : ગુજરાતમાં ગરમીનો પારો બરાબરનો છટક્યો છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 45.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો સુરેન્દ્રનગરમાં 45.8 અને ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાના નોઁધાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.

ગુજરાતમાં રેકોર્ડબ્રેક ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હજુ પણ 4 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં 4 દિવસ હીટવેવની આગાહી છે. 3 દિવસ સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી છે. સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી છે. આજે અમદાવાદમાં હવામાનનું રેડ અલર્ટ છે. 

 

અમદાવાદમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો
રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત્ છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર ગયું છે. રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હિંમતનગર અને કંડલામાં 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો પહોંચ્યો 45.9 ડિગ્રીએ છે. રાત્રે પણ ગરમ પવનના કારણે લોકો હેરાન પરેશાન થયા છે. 

હીટવેવનો વૃદ્ધોને ખતરો
હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.... હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે.... તમને જણાવી દઈએ કે, વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે.... જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે..... વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે... 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે... છેલ્લા 10 વર્ષના ડેટા મુજબ હીટવેવથી 30 ટકા મૃત્યુ સામાન્ય મૃત્યુ કરતાં વધી જાય છે..... છેલ્લા 3 દિવસથી અમદાવાદની સાથે સાથે અમરેલી, સુરેન્દ્રનગર, કંડલા, ઈડર અને ગાંધીનગરમાં તારમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે.... ત્યારે આ સ્થિતિમાં રોજના સવાસોથી દોઢસો કેસ હીટ સ્ટ્રોકના અને તેની સંબંધિત બિમારીના આવી રહ્યા છે..... જણાવી દઈએ કે, 2013માં હીટવેવથી 1100 મૃત્યુ થતાં અમદાવાદ પહેલું એવું શહેર બન્યું કે જ્યાં હીટવેવ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો.

હીટવેવ વચ્ચે વાવાઝોડાનો ખતરો
દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

હીટવેવ વચ્ચે હરખના સમાચાર, ચોમાસાનું આગામન
દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.હવામાન વિભાગની જાહેરાત મુજબ હવે કેરળમાં 31 મેથી ચોમાસું બેસશે. ગુજરાતમાં આવતી 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. જોકે, એ પહેલા ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી થશે. મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર વાવાઝોડું ત્રાટકશે. આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આ ચક્રવાત આકાર લેશે. તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત પ્રભાવિત થશે. 

મે મહિનો પણ ગરમીનો રેકોર્ડ તોડશે 
આઈએમડીના અનુસાર, મે મહિનામાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મરાઠવાડા, તેમજ ગુજરાતના વિવિધ ભાગોમાં અંદાજે 10 દિવસ એવા હશે, જેમાં અતિથી ભારે હીટવેવની અગાહી આવશે. હીટવેવ બાબતે મે મહિનો એપ્રિલ મહિનાનો પણ રેકોર્ડ તોડી દેશે. આ મહિને તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. મંગળવારે મતદાનના દિવસે પણ હીટવેવનો સામનો કરવો પડશે. 
 
તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news