કોરોના દર્દી માટે વપરાતી અત્યંત જરૂરી દવાનું સુરતમાં ગેરકાયદેસર વેચાણનો થયો પર્દાફાશ

વર્તમાન સ્થિતિમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આ દર્દીઓની સારવાર માટે ICMRની માર્ગદર્શીકા મુજબ Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરિયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતિમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળા બજારી થતી હોવાની ફરિયાદના આધારે ખોરાક અને ઔષદ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે.
કોરોના દર્દી માટે વપરાતી અત્યંત જરૂરી દવાનું સુરતમાં ગેરકાયદેસર વેચાણનો થયો પર્દાફાશ

હિતલ પારેખ, ગાંધીનગર: વર્તમાન સ્થિતિમાં કોવિડ-19થી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આ દર્દીઓની સારવાર માટે ICMRની માર્ગદર્શીકા મુજબ Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરિયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતિમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળા બજારી થતી હોવાની ફરિયાદના આધારે ખોરાક અને ઔષદ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે.

(સાર્થક ફાર્મા)

સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઇને કરતા આ નફાખોરીના કૌભાંડનો ફુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. ફુડ એન્ડ ડ્રગ વિભાગને માહિતી મળી હતી કે, સુરતમાં સાર્થક ફાર્માની માલીક ઉમા કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેમજ વેચામ બિલ વગર તથા છુટક દવાના પરવાના વગર મુળ કિંમત કરતા વધારેસ ભાવથી એટલે કે રૂપિયા 57 હજાર વસુલીને દર્દીને વેચાણ કરી રહી છે.

જેના આધારે ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને તેની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કુલ 2 નંગ Actemra 400 mgનો જથ્થો જપ્ત કર્યો છે. જે દવાની મહત્તમ વેચાણ કિંમત 40,545 પ્રતિ નંગ છે. સાર્થક ફાર્માની માલીક ઉમા કેજરીવાલની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ દવાની ખરીદી તેણે ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ સુરતના માહિલ મિતુલ શાહ પાસેથી રૂપિયા 50 હજાર પ્રતિ નંગ આપીને વગર બિલે કરી હતી.

(સાર્થક ફાર્માની માલીક ઉમા કેજરીવાલ)

જો કે, મિતુલ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી હતી. જેના તેણે રૂપિયા 45 હજાર પ્રતિ નંગના અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ઘનશ્યામ વ્યાસના એકાઉન્ટમાં જમાં કરાવ્યા હતા. અમિત મંછારામાની જે અમદાવાદના અસારવા ખાતે કે.બી.વી ફાર્મા એજન્સીના જવાબદાર વ્યક્તિ છે. તથા તેમણે મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે અગાઉ નોકરી કરી હતી. અમિત દ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટો પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરી ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે.

આ પ્રકારના ઉપજાવેલા પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર દુરપયોગ કરી અગાઉ કેટલી ગેરરીતી કરવામાં આવી છે તે સહિતની તપાસ માટે આ દવાના મૂળ સપ્લાયરની સંઘન તપાસ ચાલી રહી છે. આ પ્રકારની દવાના કાળા બજાર કરતા તત્વો સામે ફૂ઼ડ એન્ડ ડ્રગ વિભાગે લાલ આંખ કરી તેમને પકડવાના પ્રયત્નો શરૂ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news