PM Modi નું રાષ્ટ્ર જોગ સંબોધન, કહ્યું- કવચ કેટલું પણ ઉત્તમ હોય, જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે હથિયાર નાખવા જોઈએ નહીં

રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું- 'નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ 21 ઓક્ટોબરના રોજ ભારેત 100 કરોડ વેક્સીન ડોઝ આપવાનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ 130 કરોડ ભારતીયો માટે એકીકૃત પ્રયાસોથી સંભવ થયું છે

PM Modi નું રાષ્ટ્ર જોગ સંબોધન, કહ્યું- કવચ કેટલું પણ ઉત્તમ હોય, જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે હથિયાર નાખવા જોઈએ નહીં

નવી દિલ્હી: રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યું- 'નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ 21 ઓક્ટોબરના રોજ ભારેત 100 કરોડ વેક્સીન ડોઝ આપવાનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. આ 130 કરોડ ભારતીયો માટે એકીકૃત પ્રયાસોથી સંભવ થયું છે. હું આ સિદ્ધિ હાંસલ કરવા માટે દેશના નાગરિકોને અભિનંદન આપું છું.

પીએમ મોદીએ કહ્યું, '100 કરોડ વેક્સીન ડોઝ માત્ર એક સંખ્યા નથી, પરંતુ તે એક રાષ્ટ્ર તરીકે આપણી ક્ષમતા દર્શાવે છે. તે એક નવા ભારતને ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવામાં જાણે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું- 'આપણા દેશે એક તરફ પોતાની ફરજ બજાવી છે અને બીજી તરફ તેને સફળતા પણ મળી છે. ગઈકાલે ભારતે 100 કરોડ વેક્સીન ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. 100 કરોડ વેક્સીન ડોઝ માત્ર એક આંકડો જ નથી, તે દેશની ક્ષમતાનું પ્રતિબિંબ પણ છે. ઈતિહાસનો નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ તે એક નવા ભારતને ચિત્ર છે જે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવામાં જાણે છે.

પીએમ મોદીએ કહ્યું- 'આજે ઘણા લોકો ભારતના વેક્સીનેશન પ્રોગ્રામની તુલના દુનિયાના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી 100 કરોડ એટલે કે 1 અબજનો આંકડો પાર કર્યો, તેની પ્રશંસા થઈ રહી છે. પરંતુ, આ વિશ્લેષણમાં એક વાત ઘણી વખત છૂટી જાય છે કે, આપણે આ શરૂઆત ક્યાંથી કરી. દુનિયાના બીજા મોટા દેશો માટે વેક્સીન પર રિસર્ચ કરવું, વેક્સીન શોધવી, તેમાં દાયકાઓ સુધી તેમની expertise હતી. ભારત મોટે ભાગે આ દેશો દ્વારા બનાવવામાં આવેલી રસીઓ પર નિર્ભર હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- 'જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી, ત્યારે ભારત પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા. શું ભારત આ વૈશ્વિક મહામારી સામે લડી શકશે? ભારતને અન્ય દેશોમાંથી આટલી બધી રસી ખરીદવા માટે પૈસા ક્યાંથી મળશે? ભારતને રસી ક્યારે મળશે? ભારતના લોકોને રસી મળશે કે નહીં? શું ભારત મહામારી ફેલાતી અટકાવવા માટે પૂરતા લોકોને રસી આપી શકશે? ત્યાં વિવિધ પ્રકારના પ્રશ્નો હતા, પરંતુ આજે આ 100 કરોડ રસીના ડોઝ દરેક સવાલનો જવાબ આપી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, 'દરેકને સાથે લઈને 'બધાને વેક્સીન-મફ્ત વેક્સીન'નું અભિયાન શરૂ કર્યું. ગરીબ-અમીર, ગામ-શહેર, દૂરદૂર દેશનો એક જ મંત્ર હતો કે, જો બીમારી ભેદભાવ નથી કરતી, તો વેક્સીનમાં પણ ભેદભાવ ન કરી શકાય. તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, વેક્સીનેશન અભિયાન પર વીઆઇપી કલ્ચર હાવી ન થયા. ભારતે તેના નાગરિકોને 100 કરોડ વેક્સીનના ડોઝ આપ્યા છે તે પણ પૈસા લીધા વગર. 100 કરોડ વેક્સીન ડોઝની અસર એ પણ થશે કે હવે દુનિયા ભારતને કોરોનાથી વધારે સુરક્ષિત માને છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- 'અમારા માટે ગૌરવની વાત છે કે ભારતનો રસીકરણ કાર્યક્રમ science-born, science-driven અને science-based રહ્યો છે. રસીના વિકાસથી રસીકરણ સુધી, વિજ્ઞાન તમામ પ્રક્રિયાઓનો આધાર રહ્યો છે. આપણે મહામારી સામે દેશની લડાઈમાં લોકભાગીદારીને આપણી પ્રથમ તાકાત બનાવી છે. દેશે આપણી એકતાને ઉર્જા આપવા માટે તાળી, થાળી વગાડી, દીવા પ્રગટાવ્યા ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે શું આનાથી બીમારી ભાગી જશે? પરંતુ આપણે બધાએ તેમાં દેશની એકતા જોઈ, સામૂહિક શક્તિનું જાગરણ જોયું.

પીએમ મોદીએ કહ્યું- 'આજે ભારતીય કંપનીઓને માત્ર રેકોર્ડ રોકાણ જ નથી મળી રહ્યું, પરંતુ રોજગારીનું સર્જન પણ થઈ રહ્યું છે. સ્ટાર્ટ-અપ્સમાં રેકોર્ડ રોકાણની સાથે, રેકોર્ડ સ્ટાર્ટઅપ યુનિકોર્ન પણ વિકસાવવામાં આવી રહ્યા છે. આપણા દેશ દ્વારા બનાવેલ કોવિન પ્લેટફોર્મની સિસ્ટમ વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર પણ છે. ભારતમાં બનેલા કોવિન પ્લેટફોર્મે માત્ર સામાન્ય લોકોને જ સગવડ આપી નથી, પરંતુ મેડિકલ સ્ટાફનું કામ પણ સરળ બનાવ્યું છે.

મેડ ઇન ઇન્ડિયા પર આપો ભાર: PM
દરેક નાની વસ્તુ, જે Made In India છે, જેને બનાવવામાં કોઈ ભારતીયનો પરસેવો વહ્યો હોય, તેને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને આ દરેકના પ્રયત્નોથી જ શક્ય બનશે. ભારતીયો દ્વારા બનાવેલી વસ્તુઓ ખરીદવા, Vocal For Local થવા, તેને આપણે વ્યવહારમાં મૂકવું પડશે.

કૃષિએ અર્થતંત્રને સંભાળ્યું: પીએમ મોદી
કોરોના સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રએ આપણી અર્થવ્યવસ્થાને મજબૂત રીતે રાખી છે. આજે, રેકોર્ડ સ્તરે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે. ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા જઇ રહ્યા છે. રસીના વધતા કવરેજ સાથે, દરેક ક્ષેત્રમાં સકારાત્મક પ્રવૃત્તિઓ ઝડપી બની રહી છે.

'અગાઉની દિવાળીમાં તણાવ હતો, આ દિવાળીમાં વિશ્વાસ છે'
પીએમ મોદીએ કહ્યું- 'અગાઉની દિવાળી દરેકના મનમાં એક ટેન્શન હતું, પરંતુ આ દિવાળી 100 કરોડ રસી ડોઝના કારણે પેદા થયો વિશ્વાસ છે. જો મારા દેશની વેક્સીન મને રક્ષણ આપી શકે છે, તો મારા દેશમાં બનેલો સામાન મારી દિવાળીને વધુ ભવ્ય બનાવી શકે છે.

જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યાં સુધી હથિયારો નાખવાના નથી: PM
પીએમ મોદીએ કહ્યું- 'કવચ ગમે તેટલું સારું હોય, કવચ કેટલું પણ આધુનિક હોય, કવચથી રક્ષણની સંપૂર્ણ ગેરંટી હોય તો પણ જ્યાં સુધી યુદ્ધ ચાલી રહ્યું છે શસ્ત્રો નાખવાના નથી. હું વિનંતી કરું છું કે આપણે આપણા તહેવારોની ખૂબ કાળજી સાથે ઉજવણી કરવી જોઈએ.

કોરોના વાયરસ પર પીએમ મોદીનું સંબોધન
પહેલું સંબોધન: 19 માર્ચ 2020
જનતા કર્ફ્યૂની અપીલ

બીજું સંબોધન: 24 માર્ચ 2020
લોકડાઉનની જાહેરાત

ત્રીજું સંબોધન: 14 એપ્રિલ 2020
3 મે સુધી લોકડાઉનની જાહેરાત

ચોથું સંબોધન: 12 મે 2020
20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત

પાંચમું સંબોધન: 30 જૂન 2020
અન્ન યોજના વધારવાની જાહેરાત

છઠ્ઠું સંબોધન: 20 ઓક્ટોબર 2020
કોરોના પ્રતિ જનતાને કર્યો આગ્રહ

સાતમું સંબોધન: 20 એપ્રિલ 2021
રાજ્યોને કોરોનાને લઇને કર્યો આગ્રહ

આઠમું સંબોધન: 7 જૂન 2021
વેક્સીન નીતિની જાહેરાત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news