વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતો મળી! 7 વર્ષથી ચાલતું ખોદકામ, આ શહેર આટલાં વર્ષ કઈ રીતે ટક્યું?

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ ધ્વારા 2005 થી ખોદકામ રાજ્ય સરકાર ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું જે 2015 માં ASI(આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા) હસ્તક કરી વધુ સર્વે હાથ ધરાયા હતા.

વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતો મળી! 7 વર્ષથી ચાલતું ખોદકામ, આ શહેર આટલાં વર્ષ કઈ રીતે ટક્યું?

તેજસ દવે/મહેસાણા: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (ખડગપુર) અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત અભ્યાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર, ગુજરાતમાં 800 BCE જેટલા જૂના માનવ વસાહતના પુરાવા મળ્યા છે. વડનગરમાં પુરાતત્વ વિભાગ ધ્વારા શરૂ કરાયેલ ખોદકામમાં અનેક અવશેષો મળી આવ્યા હતા અને એ અવશેષો 2800 વર્ષ જુના હોવાના સાયન્ટિફિક પુરાવા મળ્યા છે.

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ ધ્વારા 2005 થી ખોદકામ રાજ્ય સરકાર ના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું જે 2015 માં ASI(આર્કયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા) હસ્તક કરી વધુ સર્વે હાથ ધરાયા હતા જેમાં 2017 માં  ખોદકામ દરમિયાન એક પુરી વસાહત મળી આવી હતી. જે લોકવાયકા પ્રમાણે 2500 વર્ષ જૂની હોવાનું મનાતું હતું. જેના પર ASI ધ્વારા છેલ્લા 5 મહિનાથી 10 સાયન્ટિસ્ટની ટિમ બનાવી વધુ સર્વે હાથ ધરાયો હતો. જેમાં આ વસાહત લગભગ 2800 વર્ષ જૂની હોવાના સાયન્ટિફિક પુરાવા મળ્યા છે. 

— ANI (@ANI) January 16, 2024

વડનગરમાં આ ખોદકામ IIT ખડગપુર અને પુરાતત્વ વિભાગ (ASI)ની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અહીં 800 બીસીની આસપાસ માનવ વસવાટના ઘણા પુરાવા મળ્યા છે. છેલ્લા 7 વર્ષથી અહીં ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. આ સર્વે માં વડનગર 7 કાળનું સાક્ષી હોવાનું પણ સામે આવ્યું છે. વડનગર દરેક કાળ માં અલગ અલગ નામ થી ઓળખાતું હતું અને વડનગર અન્ય લોકો ધ્વારા ચઢાઈ અને કુદરતી આફતો જેવી અકાળ ભૂકંપ અને વધુ વરસાદ ના કારણે નાશ થયું હોવાના પણ અવશેષો મળી આવ્યા છે.

વડનગર એ વડાપ્રધાન મોદીના વતન ની સાથે સાથે ઐતિહાસિક ધરોહર તરીકે પણ વિશ્વવિખ્યાત નગરી છે. ત્યારે 2800 વર્ષ જૂની આ નગરીમાં બૌદ્ધ સમયના કેટલાક અવશેષો પુરાતન વિભાગને આજે પણ ભૂસ્તર માંથી મળી આવી રહ્યા છે. એતિહાસિક નગરી કહેવાતા વડનગરમાં પુરાતન વિભાગ દ્વારા વર્ષ 2005 થી ઉત્ખનનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી આ નગરની જમીનમાંથી અનેક એવા ચોંકાવનારા તત્વો જેવા કે ગ્લાસની બંગડીઓ, જુદા જુદા સમય કાળના સિક્કાઓ, સ્ટોન પ્રકારના વિવિધ પથ્થર અને વડનગરમાં જુદા જુદા સમય કાળમાં જે શાસકો આવ્યા અને નગરની નવી રચનાઓ થતી ગઈ તેવા બૌદ્ધ વિહાર સાથે સોલંકી કાલીન સ્ટ્રક્ચરો, જમીન માંથી જોવા મળ્યા છે. 

— ANI (@ANI) January 16, 2024

શર્મિષ્ઠા તળાવ નજીક જે ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં એક ગલી પણ મળી આવી છે. જે ગલી વર્ષો જૂની છે અને આ ગલી નીચે જુદા જુદા સમયના લોકોએ આ ગલી નીચે ગલી(રસ્તો) બનાવી ઉપયોગમાં લેતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, એટલે કે 2800 વર્ષ પહેલાં જે લોકો સો પ્રથમ અહી આવીને વસેલા હતા. તેમના દ્વારા જે ગલી બનાવવામાં આવી હતી, તે સમય જતા એ સમયકાળનો અંત આવ્યો અને ત્યાં અન્ય લોકોએ વસવાટ શરૂ કર્યો. પરંતુ જે ટાઉન પ્લાનિંગ હતું તે એકજ સરખું રાખ્યું હતું અને જેમ જેમ સમય બદલાયો અને નવા લોકો આવ્યા તેમ તેમ આ જ ગલી ઉપર ગલી બનાવતા ગયા અને આજે પણ આ ગલી એટલે કે રસ્તો આગળ જતાં હાલના મોર્ડન સમયના વડનગરને મળી રહ્યો છે.

વડનગરમાં અત્યાર સુધી જે ઐતિહાસિક પુરાવા મળ્યા છે, તેને લઈ વડનગર ખાતે હાલમાં એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિશ્વમાં સૌથી મોટામાં મોટું બીજા નંબરનું આ એક્સપિરિયન્સ મ્યુઝયમ આગામી દિવસોમાં ખુલ્લું મુકવામાં આવનાર છે અને આ તમામ જે પુરાવાને મ્યુઝીયમમાં રાખવામાં આવશે .જેથી કરી અહીં આવતા તમામ લોકો આ પુરાવા જોઈ શકે અને જાણી શકે કે તેમના પૂર્વજો અને વર્ષો પહેલા જે માનવજીવન હતું એ કેવું જીવન હતું અને તેઓ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા, એનો અનુભવ મેળવી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news