કોરોનાને દેશવટો આપવા દરેક યુવાન રસીકરણ કરાવે, ગુજરાતનાં સ્થાપનાં દિવસથી અભિયાન શરૂ

ગુજરાતમાં 1 મેથી શરૂ થઇ રહેલા રસીકરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, દરેક નાગરિકનું રસીકરણ થાય તે સમયની માંગ છે. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતમાં જ બનેલી રસી આપણને મળી રહી છે. કેન્દ્ર સરકારનાં પ્રયાસો અને વૈજ્ઞાનિકોનાં પ્રયાસોનાં કારણે આ શક્ય બન્યું છે. ત્રણ તબક્કામાં આપણે રસીકરણ કર્યું. પ્રથમ આરોગ્ય કર્મચારી, બીજો ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્રીજો 45થી વધારે ઉંમરના લોકો માટે. તેના જ પરિણામે ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ વધારે આગળ છે. કોરોના સામેની જંગમાં આગળ રહ્યું છે. 
કોરોનાને દેશવટો આપવા દરેક યુવાન રસીકરણ કરાવે, ગુજરાતનાં સ્થાપનાં દિવસથી અભિયાન શરૂ

ગાંધીનગર : ગુજરાતમાં 1 મેથી શરૂ થઇ રહેલા રસીકરણ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકો જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, દરેક નાગરિકનું રસીકરણ થાય તે સમયની માંગ છે. આપણે ભાગ્યશાળી છીએ કે ભારતમાં જ બનેલી રસી આપણને મળી રહી છે. કેન્દ્ર સરકારનાં પ્રયાસો અને વૈજ્ઞાનિકોનાં પ્રયાસોનાં કારણે આ શક્ય બન્યું છે. ત્રણ તબક્કામાં આપણે રસીકરણ કર્યું. પ્રથમ આરોગ્ય કર્મચારી, બીજો ફ્રન્ટલાઇન વર્કર્સ અને ત્રીજો 45થી વધારે ઉંમરના લોકો માટે. તેના જ પરિણામે ગુજરાત અન્ય રાજ્યોની તુલનાએ વધારે આગળ છે. કોરોના સામેની જંગમાં આગળ રહ્યું છે. 

ત્રણેય તબક્કાનાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે. ત્રણ તબક્કા માટે 1 કરોડ 27 લાખ 75 હજાર ડોઝ સરકારે આપણને આપ્યા છે. કોવિશિલ્ડની 3.70 લાખ અને ભારત બાયોટેકની 3.30 લાખ આપણને ડોઝ મળીને આપણી પાસે હાલ પણ ઉપલબ્ધ છે. આ ડોઝ હાલ ચાલી રહેલા 45થી વધારેની વયના લોકોનાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. હજી વધારે ડોઝ મેળવીને 45થી વધારેની ઉંમરના લોકોને અપાશે. 

જો કે વડાપ્રધાને હવે કોરોનાને દેશવટો આપવાની નેમ સાથે 18 વર્ષથી વધારેના લોકોને ચોથા તબક્કામાં વેક્સિનેશન થશે. સરકાર આ તમામ લોકોને સરકારી ખર્ચે ફ્રી રસી આપવામાં આવશે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી આપણે ચોથા તબક્કાની તૈયારી પુરી કરી દીધી છે. જનજાગૃતિ અને નાગરિકોની મદદથી આપણે ચોથા તબક્કામાં પણ આગળ રહીશું. ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં પણ નાગરિકો ખુબ જ જોરશોરથી નોંધણી કરાવી રહ્યા છે. 

રાજ્ય સરકારે 18થી વધારે ઉંમરના રસીકરણ માટે પહેલા ડોઢ કરોડ ડોઝની વ્યવસ્થા કરી હતી તે વધારીને અઢી કરોડ કરી છે. હાલ અલગ અલગ કંપનીઓને ઓર્ડર આપી દેવાયા છે. 6 હજાર વેક્સિનેશન સેન્ટર્સ કાર્યરત કરેલા છે. 18થી વધારે વયનાં દરેક વ્યક્તિને પોતાનો વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થાય તે માટેનું આયોજન ચાલી રહ્યું છે. 

હવે યુવાનો સમયસર રસી મેળવે અને કોરોનાપ્રુફ બને તે ખુબ જ જરૂરી છે. સરકાર સંપુર્ણ રસીકરણ સત્વરે થાય તે માટે આયોજન કરી રહી છે. આ રસીકરણ માટેનો આપણો મક્કમ નિર્ધાર છે. રસીનું ઉત્પાદન વધારવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે. જેવી રસી આવે અભિયાન ચાલુ થાય. થોડુ ઘડુ મોડુ થઇ શકે છે પરંતુ આપણે મહત્તમ રસીકરણ કરાવવાનું છે. તેઓ ઝડપથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવે. 1મેથી આગામી 15 દિવસમાં જ જથ્થો હાથમાં આવે એટલે તત્કાલ યુદ્ધનાં ધોરણે રસીકરણ શરૂ કરી દેવાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news