વિદેશી પક્ષીઓનું આગમન; મહેરબાની કરીને પક્ષીઓને ગાંઠિયા કે ફરસાણ નાખશો નહીં, જાણો કેમ પુણ્ય કરવા જતા થઈ જશે પાપ

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું સુરતના તાપી નદી કિનારા સહિત વિવિધ વિસ્તારોમાં આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે. જોકે, આ પક્ષીઓ બ્રિડીંગ પીરીયડ માટે શિયાળાની સિઝનમાં અહી આવતા હોય છે.

વિદેશી પક્ષીઓનું આગમન; મહેરબાની કરીને પક્ષીઓને ગાંઠિયા કે ફરસાણ નાખશો નહીં, જાણો કેમ પુણ્ય કરવા જતા થઈ જશે પાપ

ઝી બ્યુરો/સુરત: સુરતમાં શિયાળાની શરૂઆત થતાંની સાથે જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે, ત્યારે તાપી નદી કિનારા સહિત શહેરના અન્ય વિસ્તારોમાં વિદેશી પક્ષીઓને જોતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. પક્ષીઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યાં છે. આ પક્ષીઓને અપાતા ગાંઠિયા સહિતના ફરસાણ ન આપવા માટે પર્યાવરણપ્રેમીએ અનુરોધ કર્યો હતો.

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં વિદેશી પક્ષીઓનું સુરતના તાપી નદી કિનારા સહિત વિવિધ વિસ્તારોમાં આગમન થતાં પક્ષીપ્રેમીઓમાં આનંદની લાગણી છવાય છે. જોકે, આ પક્ષીઓ બ્રિડીંગ પીરીયડ માટે શિયાળાની સિઝનમાં અહી આવતા હોય છે, ત્યારે તેમનો કલર પહેલા કરતાં વધુ ઘાટ્ટો થઈ જાય છે. 

પક્ષીઓ અંગે જાણકારી રાખનાર તજજ્ઞ પર્યાવરણપ્રેમીનું માનવું છે કે, આ પક્ષીઓને સુરતીઓ ગાંઠીયા અને અન્ય સુરતી ખોરાક આપીને પુણ્ય કમાવવાની વાત કરે છે. પરંતુ તેનાથી પક્ષીઓને નુકશાન થઈ રહ્યું છે. જોકે, આવો ખોરાક પક્ષીઓને સહેલાઇથી વધુ પ્રમાણમાં મળી રહે છે. 

ઉપરાંત આ વિદેશી પક્ષીઓનું રિટર્ન માઈગ્રેશન પણ મોડું થઈ રહ્યું છે. તે પણ એક મુખ્ય કારણ છે. આ વિદેશી પક્ષીઓને તાપી નદી કિનારે કેટલીક જગ્યા રહેવા માટે ઉત્તમ બની હોવાથી હજી પણ થોડો સમય આ પક્ષીઓ જોવા મળશે તે વાત નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news