Saree library: લગ્ન પ્રસંગ માટે સાડીઓ ખરીદવા નહીં કરવો પડે હજારોનો ખર્ચ, અહીંથી લઈ જાઓ ફ્રીમાં

Saree library: એક પ્રસંગની સાડીઓ લેવામાં હજારો રુપિયાનો ખર્ચ થઈ જાય છે. આ ખર્ચ સામાન્ય પરિવારના લોકોને ખૂબ વધારે લાગી શકે છે. લોકોની આ ચિંતા દુર થાય તે માટે રાજકોટમાં સાડીની લાઈબ્રેરી શરુ કરવામાં આવી છે. જ્યાંથી જરૂરીયાતમંદ વ્યક્તિ ફ્રીમાં સાડી પહેરવા લઈ જઈ શકે છે. 

Saree library: લગ્ન પ્રસંગ માટે સાડીઓ ખરીદવા નહીં કરવો પડે હજારોનો ખર્ચ, અહીંથી લઈ જાઓ ફ્રીમાં

Saree library: લગ્ન-પ્રસંગ હોય એટલે ઘરની મહિલાઓની ચિંતા હોય છે સાડીઓની. લગ્નમાં હાજરી આપવી હોય તો પણ સારી સાડી પહેરવી જરૂરી થઈ જાય છે. અને જે રીતે મોંઘવારી વધી રહી છે તે રીતે એક પ્રસંગની સાડીઓ લેવામાં હજારો રુપિયાનો ખર્ચ થઈ જાય છે. આ ખર્ચ સામાન્ય પરિવારના લોકોને ખૂબ વધારે લાગી શકે છે. લોકોની આ ચિંતા દુર થાય તે માટે રાજકોટમાં યુવા સેનાએ સાડીની લાઈબ્રેરી શરુ કરી છે. જ્યાંથી જરૂરીયાતમંદ વ્યક્તિ ફ્રીમાં સાડી પહેરવા લઈ જઈ શકે છે. 

સામાન્ય રીતે લોકો પુસ્તકોની લાઈબ્રેરી બનાવતા હોય છે. પરંતુ રાજકોટ ખાતે સાડી માટે લાઈબ્રેરી ચલાવવામાં આવે છે. રાજકોટમાં યુવા સેના ટ્રસ્ટ દ્વારા આ અનોખી પહેલ કરવામાં આવી છે. આજના આ મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ કોઈપણ જાતના ખર્ચ વિના લગ્ન પ્રસંગમાં સારી સાડી પહેરી શકે છે. 

આ લાઈબ્રેરીમાં સારી સારી ભારે સાડીઓ સાચવીને રાખવામાં આવે છે. અહીં આવતી સાડીઓ રાજકોટના તેમજ આસપાસના શહેરોમાંથી 100 જેટલા દાતાઓ અહીંયા સાડીનું દાન કરે છે. આ સાડી લાઇબ્રેરીમાં 250થી પણ વધુ સાડી રાખવામાં આવી છે. બે મહિનાથી શરુ થયેલી આ સુવિધાનો લાભ અનેક મહિલાઓ લઈ રહી છે. 

આ લાઈબ્રેરીમાંથી સાડી લેવા માટે એક ફોર્મ ભરવાનું હોય છે જેમાં નામ, સરનામા સહિતની વિગત તેમજ સાડી લેનારનો ફોટો આપવાનો હોય છે ત્યારબાદ તમે એકદમ ફ્રીમાં ભારે ભારે સાડી લઈ જઈ પ્રસંગમાં પહેરી શકો છો. પ્રસંગ પછી આ સાડી ફરીથી લાઈબ્રેરીમાં જમા કરાવી દેવાની હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news