સગીરોને પ્રેમજાળમાં ફસાવવાનો મહિલાઓનો નવો શોખ, દેશના એક માત્ર POCSO કેસમાં સજા
OCSO Case : ન્યાયાધીશ સુરેખા મિશ્રાએ કહ્યું, પોક્સો એક્ટમાં હંમેશા એવું નથી હોતું કે પુરુષ જ દોષિત હોય. આ અધિનિયમ હેઠળ એક મહિલા અથવા છોકરી પણ પુરૂષની સમાન દોષિત હોઈ શકે અને સજાની પણ હકદાર બને છે
Trending Photos
Surat News : તાજેતરમાં ગુજરાતના સુરત શહેરમાંથી ઉલટી ગંગા જેવો ઘાટ સર્જાયો હતો. એક સગીરને પ્રેમજાળમાં ફસાવી અડાજણની યુવતીએ તેનું શારીરિક શોષણ કર્યું હતું. ત્યારે ઈન્દોરમાં પણ આવો જ એક કેસ સામે આવ્યો છે. ઈન્દોરનો કિસ્સો સગીરના શારિરીક શોષણ બદલ યુવતીને સજા પડી હોય એવો દેશનો એક માત્ર POCSO કેસ બન્યો છે. જેમાં યુવતીને 10 વર્ષની સજા કરાઈ છે. તે પરિણીત છે એક પુત્રીની માતા છે.
ઈન્દોરની ઘટના
એક કેસમાં ઇન્દોરમાં POCSO કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં 24 વર્ષની એક મહિલાને સગીર છોકરા પર યૌન શોષણ કરવા બદલ 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કદાચ ભારતીય ઇતિહાસમાં આ પહેલીવાર હશે જયારે કોઈ મહિલાને POCSO એક્ટ હેઠળ સજા કરવામાં આવી હોય. આ ઘટનામાં એવું હતું કે, ઈન્દોરની એક મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી કે, તેનો 15 વર્ષનો પુત્ર ગુમ થયો છે. ત્યારે સામે આવ્યું કે, 15 વર્ષનો છોકરો, અને રાજસ્થાનની 19 વર્ષની મહિલા એકસાથે ગુજરાત પહોંચ્યા હતા. તેણી ફરવા જવાના બહાને ગુજરાત પોતાની સાથે લઈ ગઈ હતી. ત્યાં યુવતીએ ઘણી વખત શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જ્યાં તેની પાસે ટાઈલ્સ ફેક્ટરીમાં કામ કરાવ્યું અને તેની સાથે 5-6 વખત શારીરિક સંબંધો બાંધ્યા. આ દરમિયાન યુવતીએ તેને તેના માતા-પિતા સાથે વાત કરવા દીધી ન હતી.
કોર્ટે ફટકારી સજા
સ્પેશિયલ કોર્ટે મહિલાને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટની કલમ 5L/6 (જાતીય હુમલો) હેઠળ દોષી ઠેરવી હતી. એટલું જ નહિ, મહિલાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ કેસનો ચુકાદો આપતા ન્યાયાધીશ સુરેખા મિશ્રાએ કહ્યું, પોક્સો એક્ટમાં હંમેશા એવું નથી હોતું કે પુરુષ જ દોષિત હોય. આ અધિનિયમ હેઠળ એક મહિલા અથવા છોકરી પણ પુરૂષની સમાન દોષિત હોઈ શકે અને સજાની પણ હકદાર બને છે.
શું હતી સુરતની ઘટના
સુરતના કતારગામના સગીરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, અડાજણની યુવતીએ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે કોલેજની ફી અને સરકારી નોકરી મેળવવાના બહાને સગીર પાસેથી 12 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. યુવતીએ સગીરને અમદાવાદ-ગાંધીનગરની હોટલોમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યા હતા. એક સમૂહ લગ્નમાં અડાજણની યુવતી સાથે તેની મુલાકાત થઇ હતી. ત્યારે સગીરે રૂપિયા માંગ્યા તો તેણી અપશબ્દો બોલી ધાકધમકી આપતી હતી. ત્યારે યુવતી દ્વારા સગીર યુવક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું આ ઘટનાએ બધાને ચોંકાવીને મૂકી દીધા હતા.
ત્યારે સવાલ એ છે કે, શું સુરતના કેસમાં પણ ઈન્દોરના કેસ જેવી સજા મળી શકે કે કેમ. સુરતમાં પણ આ જ રીતે એક સગીરે ફરિયાદ કરી છે કે, મહિલાએ તેને પ્રેમજાળમાં ફસાવીને તેનું શોષણ કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે