સિંગતેલના ભાવમાં ભડકો, જાણી લો આજનો નવો ભાવ
Edible Oil Price: તેલના ભાવ ફરીથી વધી ગયા છે. ઓગસ્ટમાં તહેવારો પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ઓગસ્ટમાં તહેવારોની મોસમ પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. ખાદ્યતેલની બજાર ખૂલતા જ ભડકો થયો છે. સિંગતેલનો ડબ્બો 2800 થી 2850 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો એક રાહતના સમાચાર એ છે કે, પામ તેલના ભાવમાં તોતિંગ 165 નો ઘટાડો નોંધાયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ તેલના ભાવમાં વધારો થતો હોય છે. ત્યારે તહેવારો પૂર્ણ થતા જ તેલના ભાવમાં વધારો યથાવત છે. સિંગતેલના ડબામાં 50 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ડબ્બા મુજબ 2800 થી 2850 રૂપિયાના ભાવે પહોંચ્યો છે. તો બીજી તરફ, પામોલિન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તહેવારમાં કમાઈ લેવા પામતેલના ભાવ સટોડિયાઓએ ઘટવા ન દીધા. હવે તહેવારો બાદ પામતેલના ડબ્બાના ભાવમાં ઘટાડો થતા 1920 -1925 ના ભાવે પહોંચ્યું છે.
આ પણ વાંચો : દારૂ માટે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતની શરમજનક ઘટના, દારૂના નશામાં મિત્રોએ યુવકના પ્રાઈવેટ પાર્ટમાં ગ્લાસ નાંખ્યો
તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે