પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે અસલી કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે

Edible Oil Price: તેલના ભાવ ફરીથી વધી ગયા છે. ઓગસ્ટમાં તહેવારો પૂર્ણ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો ઝીંકાયો છે... જનતા તરીકે તમારે પણ જાણવુ જરૂરી છે કે આખરે કયા કારણોસર તેલના ભાવ વધે છે

  • ગુજરાતમાં સીંગતેલના ભાવ ભડકે બળ્યાં, ડબ્બો 3000 ને પાર પહોંચ્યો
  • એડિબલ ઓઈલ એસોસિએશનના પ્રમુખે પીએમને લખ્યો પત્ર
  • ઓઇલ મિલરોને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ શરુ કરવા માટે પત્રમાં ઉલ્લેખ
  • મગફળીની ઓછી આવકના પગલે પણ તેલનો ડબ્બો ભળકે બળ્યો

Trending Photos

પાડાના વાંકે પખાલીને ડામ : તેલના ભાવ વધવાનું આ છે અસલી કારણ, જેને કારણે જનતા પીસાઈ રહી છે

અમદાવાદ :સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચ્યો છે. ભાવ વધારાના કારણે ગૃહિણીઓ જ નહિ, પરંતુ ફરસાણ તથા અન્ય જે વ્યવસાય તેલ સાથે જોડાયેલો છે તેમને પણ અસર પડી છે. ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે, કેવી રીતે ઘર ચલાવું અને ધંધો ચલાવવો તે ખબર નથી પડી રહી. તેલ એ જરૂરિયાતની વસ્તુ છે તેમાં કાપ મૂકવો પણ શક્ય નથી. હવે રસોઈમાં તેલનો ઉપયોગ કરતા પહેલા સો વાર વિચાર કરવો પડી રહ્યો છે. લોકો સરકારને અપીલ કરી રહ્યાં છે કે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખી મોંઘવારી વધારો. કેમ કે આવક નથી વધતી, જાવક વધે છે. મધ્યમવર્ગીય લોકો પીસાઈ રહ્યાં છે. તેલની સંગ્રહખોરી કરનારાઓને કારણે તેલના ભાવ વધી રહ્યાં છે, છતા સરકાર કોઈ પગલા લઈ નથી રહી. 

ઘરમાં રોજ વપરાતી તમામ વસ્તુઓના ભાવ એકાએક વધી ગયા છે. દૂધ, ખાદ્યતેલ, રાંધણગેસ, શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેથી લોકોને ઘર ચલાવવુ મુશ્કેલ બન્યું છે. એક અઠવાડિયામાં સિંગતેલના ભાવમાં સીધા 75 રૂપિયા વધી ગયા. આ માટે વેપારીઓ અલગ અલગ કારણો આપી રહ્યાં છે. 

તેલ વધવાના ગણાઈ રહેલા કારણો
કારણ-1 મગફળીની આવક ઘટી 

હાલ તેલના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. જેનુ એક કારણ વેપારીઓ મગફળીની આવક અડધી છે, સામે ડિમાન્ડ છે તેવું કહેવાય છે. મગફળીની અછત અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની મિલ બંધ હોવાથી તેમજ સરકારી મગફળીના ઊંચા ભાવના કારણે સીંગતેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં યાર્ડમાં જો નવી મગફળી આવક શરૂ થાય તો ભાવમાં ઘટાડો આવી શકે તેમ છે. અન્યથા ત્યાં સુધી ભાવ ઓછો થવાની શક્યતા નથી. મગફળીની અછતના કારણે લોકોએ સીંગતેલના ભાવ વધુ આપવા પડી રહ્યા છે.

કારણ-2 ગુજરાતની 90 ટકા ઓઇલ મિલો બંધ
અત્યારે મગફળીની મળતર ન હોવાથી ગુજરાતની 90 ટકા ઓઇલ મિલો બંધ થઇ ચૂકી છે જેની પણ બજાર પર અસર જોવા મળી છે. જાણકારોના મતે નવી સિઝન શરૂ ન થાય ત્યાં સુધી ગ્રાહકોએ ઊંચા ભાવનો બોજો સહન કરવો પડશે. વેપારી, ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક નથી, જે સ્ટોક છે તે નાફેડ (સરકાર) પાસે જ છે. સંસ્થાઓ પણ બજારભાવે માલ કટકે-કટકે વેચી રહી છે જેના કારણે ઓઇલ મિલોને ક્રશિંગ કરવું પરવડે તેમ નથી જેના કારણે મોટા ભાગની મિલો બંધ થઇ છે. નવી સિઝન સુધી મગફળીની ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી ભાવ મજબૂત રહી શકે છે

કારણ-3
સટ્ટાખોરોએ સંગ્રહખોરી કરતા કૃત્રિમ તેજી ઊભી થઇ છે. પરિણામે લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ચાલુ મહિનામાં તેલનો ભાવ તેની ઐતિહાસિક સપાટીએ છે.

રાજ્યમાં સિંગતેલનો ડબ્બો 3000 ને પાર પહોંચ્યો છે. ભાવ બળકે બળવા માટેના અનેક કારણો જવાબદાર છે. એડિબલ ઓઇલ એસોસિએશનના પ્રમુખ સમીર શાહે આ અંગે પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ બંધ કરી દેવાનું મુખ્ય કારણ આ પત્રમાં દર્શાવવામાં આવ્યું છે. મોંઘવારી અને ગુજરાતની ચૂંટણીને લઈ ફેરવિચારણા કરવા માગ કરી છે. બે માસ પૂર્વે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનને સમીર શાહે રજુઆત કરી હતી. તેલ ઉદ્યોગને બંધ કરાયેલ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ ફરી ચાલુ કરવા માંગ છે. તેલનું પેકીંગ ખર્ચાઓ પણ સતત વધી રહ્યા છે. સાથે જ હાલમાં સૌરાષ્ટ્રના માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવકો પણ સતત ઘટી રહી છે, જેના કારણે પણ માલની અછત હોવાના કારણે પીલાણ માટે ઓછી મગફળી આવે છે અને જેથી જ સતત સીંગતેલના ભાવ વધી રહ્યા છે. આવતા દિવસોની અંદર હજી પણ સિંગતેલના ભાવ વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news