ભારતીય ક્રિકેટ ટીમ પર મોટુ ગ્રહણ, અમદાવાદમાં એક સાથે 8 ખેલાડી કોરોના પોઝિટિવ

વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket Team) ની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આગામી 6 ફેબ્રુઆરી થી વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ તે પહેલા બંન્ને ટીમના સભ્યોને 3 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ ટીમ મેદાન પર સિરીઝની તૈયારી માટે મેદાન પર જઇ શકશે. બંને દેશો વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં જ રમાનારી છે. બીજી અને ત્રીજી વનડે 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમ પર મોટુ ગ્રહણ, અમદાવાદમાં એક સાથે 8 ખેલાડી કોરોના પોઝિટિવ

અમદાવાદ : વેસ્ટ ઇન્ડિઝ (West Indies Cricket Team) ની ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ (India Vs West Indies) વચ્ચે આગામી 6 ફેબ્રુઆરી થી વન ડે સિરીઝ રમાનારી છે. પરંતુ તે પહેલા બંન્ને ટીમના સભ્યોને 3 દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવું પડશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ ટીમ મેદાન પર સિરીઝની તૈયારી માટે મેદાન પર જઇ શકશે. બંને દેશો વચ્ચે 3 વન-ડે મેચોની શ્રેણી રમાવાની છે. આ ત્રણેય મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં જ રમાનારી છે. બીજી અને ત્રીજી વનડે 9 અને 11 ફેબ્રુઆરીએ રમાશે.

જો કે આ મેચો રમાય તે પહેલા જ એક ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમનાં 8 ખેલાડીઓ એક સાથે કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ હતી. ભારતીય ટીમના અમદાવાદ પહોંચેલા અને ક્વોરન્ટાઇન રહેલા ખેલાડીઓ પૈકી એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. 

ભારતીય ટીમના શ્રેયસ ઐયર, ઋતુરાજ ગાયકવાડ, શિખર ધવન સહિત કુલ 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. 6 ફેબ્રુઆરીએ મેચ રમાય તે પહેલા જ કાલે પ્રેક્ટિસ કરવા માટે જઇ શકે તે માટે આજે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 8 ખેલાડીઓ કોરોના પોઝિટિવ આવતા હવે મેચ પર તલવાર તોળાઇ રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન પોલાર્ડ અને ઓલરાઉન્ડર જેસન હોલ્ડરે ભારતના પ્રવાસ પહેલા જ આ શ્રેણી અંગે મોટુ નિવેદન આપ્યું હતું. જેમાં તેણે કહ્યું કે, અમારી ટીમ એટલી મજબુત છે કે, ભારતીય ટીમને તેની જ ભુમિ પર હરાવવા માટે પણ સમર્થ છે જેસન હોલ્ડરે કહ્યું કે, વર્તમાન કેરેબિયન ટીમમાં એટલી શક્તિ છે કે તે તેની જમીન પર ભારતને પરાસ્ત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news