દ્વારકા: કૃષ્ણને રીઝવવા મહિલાઓએ કર્યો ગોપી રાસ, કાળીયા ઠાકોર સંગ રંગે રમવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહયા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર-દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે.
Trending Photos
દ્વારકા: યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ દર્શન માટે આવેલી મહિલાઓએ ભગવાન કૃષ્ણને રીઝવવા માટે દ્વારકાધિશ મંદિર ખાતે ગોપી રાસ કર્યો હતો. ભગવાનના દર્શન પામવા મહિલાઓએ ગોપી રાસ કરી ભગવાનને રીઝવવા પ્રયત્ન કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો પ્રિય ગોપી રાસ કરી મહિલાઓએ સમગ્ર વિસ્તારને કૃષ્ણમય કરી દીધો હતો. ત્યારે મહિલાઓનું કહેવું છે કે જ્યાં કૃષ્ણ ત્યાં ગોપી અને જ્યાં ગોપી ત્યાં રાસ અને જ્યાં રાસ ત્યાં સંગ ભગવાન કૃષ્ણ હોય છે. શ્રદ્ધાળુ મહિલાઓનું માનવું છે કે, ગોપીઓ દ્વારા રાસ રમતાં ભગવાન કૃષ્ણ પણ આ રાસ રમવા કોઈપણ સ્વરૂપે દોડી આવતા હોય છે.
યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમિયાન પગપાળા આવી રહયા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર-દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃદ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે.
દૂર-દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડયા છે અને જેમાં પદયાત્રિકો ને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરમ કરવા માટેની તેમજ નાવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતા શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. પગપાળા જતાં યાત્રાળુનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ ગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશનો નાદ ગુંજી રહો છે.
ધુળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે પરંતુ, ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષમાં કોરોનાના લીધે ફુલડોલ ઉત્સવ ઉજવી શકાયો ન હતો. આગામી 17 તારીખે હોળી ઉત્સવ તેમજ તેના બીજા દિવસે 18 તારીખે બપોરે 1:00 થી 3:30 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે